ટિકટૉક સ્ટારે ઉમદા કામ માટે ૨૪ કલાકમાં ૧૯ બ્લૅન્કેટ ગૂંથીને વર્લ્ડ રેકૉર્ડ રચ્યો

23 April, 2024 10:26 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બ્લૅન્કેટ ગૂંથવાની મૅરથૉન કામગીરીને ટિકટૉક પર ૧૦ લાખથી વધુ લોકોએ લાઇવ જોઈ હતી.

ડૅન સોર નામનો ટિકટૉક-સ્ટાર

સ્વેટર-બ્લૅન્કેટ ગૂંથવાના કામમાં મહિલાઓ કુશળ હોય છે એવી સામાન્ય છાપ છે, પણ બ્રિટનમાં ૩૧ વર્ષના ટિકટૉક-સ્ટારે માત્ર ૨૪ કલાકમાં ૧૯ રંગબેરંગી બ્લૅન્કેટ ગૂંથી નાખ્યાં હતાં. ડૅન સોર નામનો આ ટિકટૉક-સ્ટાર આખા શરીરે જાતભાતનાં ટૅટૂને કારણે ફેમસ છે. બ્લૅન્કેટ ગૂંથવાની મૅરથૉન કામગીરીને ટિકટૉક પર ૧૦ લાખથી વધુ લોકોએ લાઇવ જોઈ હતી. ડૅનનાં દાદી માર્ગારેટ સોર પણ ભરતગૂંથણમાં અત્યંત કુશળ હતાં. આ વર્લ્ડ રેકૉર્ડ રચવાનો તેનો આશય મેન્ટલ હેલ્થની સમસ્યાથી પીડાતા લોકોને મદદરૂપ બનવાનો હતો. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સની માન્યતા મળ્યા બાદ તેણે બધા બ્લૅન્કેટ મેન્ટલ હેલ્થના ક્ષેત્રે કામ કરતી સંસ્થાને આપી દીધાં છે, જેનું ઑક્શન કરીને ફન્ડ ભેગું કરવામાં આવશે.

offbeat videos offbeat news tiktok