તાન્ઝાનિયામાં ત્રણ સિંહે કર્યો ટ્રાફિક જૅમ

10 May, 2022 11:12 AM IST  |  Tanzania | Gujarati Mid-day Correspondent

સફારી પાર્કની મુલાકાત લેનારાઓ મૂંઝવણની સાથે રોમાંચ અનુભવી રહ્યા છે. એક તરફ આરામ ફરમાવી રહેલા સિંહ તેમની એકદમ નજીક જ છે તો બીજી તરફ સિંહનો ડર પણ લાગી રહ્યો છે.

તાન્ઝાનિયામાં ત્રણ સિંહે કર્યો ટ્રાફિક જૅમ

તાન્ઝાનિયામાં સફારી રાઇડ લેવા નીકળેલા ટૂરિસ્ટોએ અનપે​ક્ષિત રીતે તેમનો પ્રવાસ થંભાવવાની ફરજ પડી હતી. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં જોઈ શકાય છે કે સફારી પાર્કના માર્ગ પર બે સિંહ એકમેક પાસે રસ્તાની વચ્ચે સૂઈ રહ્યા છે અને પાછળથી ત્રીજો સિંહ આવીને એમની સાથે જોડાઈ જાય છે. સફારી પાર્કની મુલાકાત લેનારાઓ મૂંઝવણની સાથે રોમાંચ અનુભવી રહ્યા છે. એક તરફ આરામ ફરમાવી રહેલા સિંહ તેમની એકદમ નજીક જ છે તો બીજી તરફ સિંહનો ડર પણ લાગી રહ્યો છે. આ વિડિયો-ક્લિપને અત્યાર સુધી ૩૦,૦૦૦ વ્યુઝ મળ્યા છે.

offbeat news