પ્રેમાનંદ મહારાજ માટે ગંગાજળ લઈને ૩ ભક્તો હરિદ્વારથી વૃંદાવન ચાલીને નીકળ્યા, ૪૧ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલશે

17 July, 2026 02:33 PM IST  |  Bulandshahr | Gujarati Mid-day Correspondent

બુલંદશહરના ત્રણ યુવાનો હરિદ્વારથી ૪૦૦ કિલોમીટર પદયાત્રા કરીને કળશમાં જળ લઈને વૃંદાવન જઈ રહ્યા છે. તેમનો ઉદ્દેશ છે ગંગાજળથી વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનો જળાભિષેક કરવો.આ યુવાનોએ સાથે ૬ કળશમાં ગંગાજળ ભર્યું છે. તેઓ ૪૧ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલશે.

બુલંદશહરના ત્રણ યુવાનો

બુલંદશહરના ત્રણ યુવાનો હરિદ્વારથી ૪૦૦ કિલોમીટર પદયાત્રા કરીને કળશમાં જળ લઈને વૃંદાવન જઈ રહ્યા છે. તેમનો ઉદ્દેશ છે ગંગાજળથી વૃંદાવનના પ્રેમાનંદ મહારાજનો જળાભિષેક કરવો. આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનું અનોખું ઉદાહરણ પૂરું પાડનારા આ યુવાનોએ સાથે ૬ કળશમાં ગંગાજળ ભર્યું છે. તેઓ ૪૧ દિવસમાં ૪૦૦ કિલોમીટર ચાલશે. પહેલી જુલાઈએ તેમણે આ યાત્રા શરૂ કરી હતી અને ગઈ કાલે તેઓ તિગરી ગામ પહોંચ્યા હતા. તેઓ જે-જે ગામ પાસેથી પસાર થાય છે ત્યાં-ત્યાં આ ભક્તોનું સ્વાગત કરવામાં આવે છે. રોજ ૧૦ કિલોમીટર ચાલતું આ ગ્રુપ ૮ ઑગસ્ટે વૃંદાવન પહોંચશે. 

premanand ji maharaj vrindavan haridwar ganga hinduism religion offbeat news news