મૅડ મૅક્સ ફિલ્મ પર આધારિત અનોખો ફેસ્ટિવલ

03 October, 2022 11:22 AM IST  |  Mojave Desert | Gujarati Mid-day Correspondent

અહીં હાજરી આપનાર સ્ટાફ, પત્રકારો અને અન્ય તમામ લોકોએ ચિત્ર-વિચિત્ર પોશાક પહેરવો આવશ્યક છે

આ ફેસ્ટિવલમાં ૧૯૮૦માં આવેલી ફિલ્મ ‘જુગર’માં દર્શાવાયેલી પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે.

મોટી સંખ્યામાં લોકો અમેરિકાના મોજાવે ડેઝર્ટમાં હાજરી આપવા ગયા હતા. અહીં મૅડ મૅક્સ મૂવી અને સિરીઝમાં દર્શાવ્યા પ્રમાણે વિચિત્ર પ્રકારની ડકઆઉટ કાર, બંદૂકો અને પોશાક પહેરેલા લોકો હતા. આ ફેસ્ટિવલમાં ફાઇટ ટુ ધ ડેથ અન્ડર થન્ડરડોમ નામનો શો પણ રાખવામાં આવે છે. અહીં હાજરી આપનાર સ્ટાફ, પત્રકારો અને અન્ય તમામ લોકોએ ચિત્ર-વિચિત્ર પોશાક પહેરવો આવશ્યક છે. આ ફેસ્ટિવલના ફોટો જોતાં ખબર પડે છે કે લોકો આ ફિલ્મની કથાને અનુરૂપ કપડાં પહેરે છે. કેટલાક લોકો ગરમીને જોતાં તમામ કપડાં કાઢી નાખવાનું પણ પસંદ કરે છે.

અન્ય પ્રવૃત્તિઓમાં કાર ક્રૂઝ, કૉસ્ચ્યુમ હરીફાઈ, ફિલ્મ ફેસ્ટિવલ, સ્વિસસ્યુટ સ્પર્ધા  જેવી રમતનો સમાવેશ છે. ૨૦૧૦માં આ ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મૅડ મૅક્સ ફ્રૅન્ચાઇઝીને માન વધારતાં આ ફેસ્ટિવલે મીડિયાનું ધ્યાન ખેંચ્યું હતું. મિલ ગિબ્સનની ફિલ્મ ‘મૅડ મૅક્સ’ ૧૯૭૯માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ ‘મૅડ મૅક્સ 2’ ૧૯૮૧માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ ૧૯૮૫માં એને સિરીઝ તરીકે રજૂ કરવામાં આવી હતી. ત્રણેય સફળ થઈ હતી. ફેસ્ટિવલના આયોજકો ઇચ્છતા હતા કે અહીં આવનાર લોકો જાણે એ ફિલ્મમાં જીવતા હોય એવો અનુભવ તેમને થાય. આ ફિલ્મનો પહેલો ભાગ એટલો લોકપ્રિય થયો હતો કે માત્ર ચાર લાખ ડૉલર એટલે કે ૩.૨૫ કરોડના ખર્ચે બનેલી ફિલ્મે ૧૦૦ મિલ્યન ડૉલર એટલે કે ૮૧૬ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 

ઘણી ઘટનાઓમાં રોલપ્લેનો સમાવેશ થાય છે જે ફિલ્મમાં બનતી ઘટનાઓની નકલ હોય છે. પ્રશંસકો એને ખૂબ માણે છે. ‘મૅડ મૅક્સ’ ફિલ્મના જાણીતા સીન ફાઇટ ટુ ધ ડેથ અન્ડર થન્ડરડોમ અંતર્ગત ફેસ્ટિવલમાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. 

offbeat news mad max: fury road california international news