આ યુવતીએ એકલા હાથે પોતાના ઘરનું બાંધકામ કર્યું

18 September, 2020 11:00 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ યુવતીએ એકલા હાથે પોતાના ઘરનું બાંધકામ કર્યું

આ યુવતીએ એકલા હાથે પોતાના ઘરનું બાંધકામ કર્યું

સાઉથ આફ્રિકાની મહિલા ઇજનેરે બાંધેલા પોતાના ઘરના વિસ્તારિત હિસ્સાની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા પછી ૨૬ વર્ષની એ યુવતી પુરુષોના વર્ચસનાં ક્ષેત્રોમાં આગળ વધવા ઇચ્છતી મહિલાઓ માટે પ્રેરણારૂપ બની છે. ગયા મહિને સાઉથ આફ્રિકામાં વિમેન્સ મન્થ ઊજવાયો. સિવિલ એન્જિનિયર ઝામા ફિલિસિવે ઝિન્ગુની સોશ્યલ મીડિયા પર મુકાયેલી તસવીરો ખૂબ લોકપ્રિય થઈ ગઈ હતી કે આ ખાસ મહિનાની ઉજવણીમાં યુવતીને લગભગ પોસ્ટર-ગર્લ જેવું માન મળ્યું હતું. સાઉથ આફ્રિકાની વેબસાઇટ બ્રીફલીમાં ઝામા ફિલિસિવે ઝિન્ગુના પ્રયાસ અને પરિશ્રમની ગાથા વર્ણવવામાં આવી છે. તસવીરોમાં ઝામા સિમેન્ટ મિક્સર બનાવવા, ઇંટ ગોઠવવા, માપ લેવા અને કડિયાકામ સહિતની બધી કામગીરી જાતે કરતી જોવા મળે છે. તસવીરમાં સિવિલ એન્જિનિયર તરીકેની કુશળતા ઉપરાંત પુરુષોની માફક કડિયાકામ જેવાં શારીરિક પરિશ્રમનાં કાર્યો પણ કરતી ઝામા પહેલાં ફક્ત સ્થાનિક અને સાઉથ આફ્રિકાના સ્તરે પ્રશંસા પામી અને હવે આખી દુનિયા યુવતીને બિરદાવે છે.

international news offbeat news