આ યુવક આફ્રિકાના જંગલમાં રિયલ લાઇફ મોગલી જેવું જ જીવન જીવે છે

04 December, 2020 10:06 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ યુવક આફ્રિકાના જંગલમાં રિયલ લાઇફ મોગલી જેવું જ જીવન જીવે છે

આ યુવક આફ્રિકાના જંગલમાં રિયલ લાઇફ મોગલી જેવું જ જીવન જીવે છે

સાઉથ આફ્રિકાના રવાન્ડામાં ઝાંઝિમન એલી નામનો ૨૧ વર્ષનો યુવક તેના વિચિત્ર દેખાવને કારણે ગામલોકોની ઘૃણાનો ભોગ બન્યો છે અને એ જ કારણસર ગામલોકો તેને ખૂબ તંગ કરે છે. બધાથી અલગ દેખાતો હોવાને લીધે ગામમાંથી કાઢી મૂક્યો હોવાથી તે આફ્રિકાના જંગલમાં રહે છે. અલબત્ત, ઝાંઝિમનની મમ્મી પણ તેની સાથે રહે છે. ગામના લોકોના રોષને કારણે તે જંગલમાં રોજ લગભગ ૩૦ કિલોમીટર જેટલું ચાલે છે. ઝાંઝિમન એલીની મમ્મીના કહેવા મુજબ તે જન્મથી જ માઇક્રોસેફલી નામની એક બીમારીથી પીડાય છે. આ બીમારીમાં બાળકનું માથું પ્રમાણમાં ઘણું નાનું હોય છે. અસામાન્ય દેખાવને કારણે જન્મથી જ ઝાંઝિમને ગામના લોકોની અવહેલના સહન કરવી પડે છે. ગરીબીને કારણે તેમ જ અસામાન્ય દેખાવને લીધે સહન કરવી પડતી ગામના લોકોની અવહેલનાને કારણે ઝાંઝિમનનની મમ્મી તેને જંગલમાં ઘાસ ખાવા મોકલતી હતી.
ઝાંઝિમનની માતાનું કહેવું છે કે એલીના જન્મ પહેલાં મેં પાંચ સંતાનો ગુમાવ્યાં હતાં. જ્યારે તેણે સાવ જ આશા મૂકી દીધી હતી ત્યારે પ્રાર્થનાઓના ફળસ્વરૂપે ઝાંઝિમનને જન્મ થયો હતો. ઝાંઝિમનની મમ્મીએ ન્યુઝ-ચૅનલને આપેલા ઇન્ટરવ્યુ પછી ચૅનલે એલી અને તેના પરિવારને મદદરૂપ થવા માટે ગોફન્ડમી-પેજ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં આ પેજ દ્વારા ૩૯૫૮ ડૉલર એટલે કે લગભગ ત્રણ લાખ રૂપિયા ભેગા થયા છે.

international news offbeat news south africa