પગના મસલ્સને મજબૂત કરવા બિલાડીને પગ પર ચલાવવાની કસરત કરે છે આ યુવતી

20 July, 2020 10:48 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

પગના મસલ્સને મજબૂત કરવા બિલાડીને પગ પર ચલાવવાની કસરત કરે છે આ યુવતી

પગના મસલ્સને મજબૂત કરવા બિલાડીને પગ પર ચલાવવાની કસરત કરે છે આ યુવતી

ઘરમાં પાળેલાં પ્રાણી એક અલગ જ આનંદ અને પોતીકાપણાની લાગણી જન્માવે છે. પાળેલાં પ્રાણીઓ સાથે રોજિંદા કામકાજ કરવાનો આનંદ જ અલગ હોય છે. સોશ્યલ મીડિયા પર હાલમાં એક વિડિયો વાઇરલ થયો છે, જેમાં એક યુવતીને કસરતમાં તેની પાળેલી બિલાડી કઈ રીતે સાથ પુરાવે છે એ જોઈ શકાય છે.
બિલાડીની માલિકણ કિત્સુનેએ તેના ઇન્સ્ટાગ્રામ-પેજ પર તેનો કસરત કરતો વિડિયો અપલોડ કર્યો છે, જેમાં તે જમીન પર સૂઈને પગથી સાઇક્લિંગ કરે છે અને તેના પગની ગતિ (જે બેશક ઓછી જ છે)થી તાલ મેળવીને બિલાડી વારાફરતી પગ પર ચાલે છે. વિડિયોના અંતે બિલાડીને એની કસરત માટે તેની માલિકણ તરફથી ટ્રીટ આપવામાં આવે છે.

international news offbeat news