દિવસમાં ૭૦થી વધુ વખત ઊલટી કરે છે આ મહિલા

23 November, 2021 01:48 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બીમારીને કારણે તેણે પોતાની દીકરીથી પણ દૂર રહેવું પડે છે. સર્જરી માટે એ મહિલાએ લોકો પાસે સહાય માગી અંદાજે ૩૦૦૦ પાઉન્ડ ભેગા પણ કર્યા છે.

દિવસમાં ૭૦થી વધુ વખત ઊલટી કરે છે આ મહિલા

સતત આવતા ઊબકા અને દુખાવાને કારણે ઇંગ્લૅન્ડના બૉલ્ટનમાં રહેતી લીએન વિલન મોટા ભાગે ઘરમાં જ રહેવાનું પસંદ કરે છે, કારણ કે તે કંઈ પણ ખાય એ પચાવી શકતી નથી. એ ગૅસ્ટ્રોપેરસિસ નામની બીમારીથી પીડાય છે, જેમાં અનાજ કે બીજો કોઈ પણ પદાર્થ તેના પેટમાંથી બહુ ધીમે-ધીમે પસાર થાય છે. આમ તેનું પેટ સામાન્ય રીતે ખાલી થતું નથી. તે ૨૯ વર્ષની હતી ત્યારે ૨૦૦૮માં તેની બીમારીનું નિદાન થયું હતું. ઊલટીને ઓછી કરવા માટે ગૅસ્ટ્રિક પેસમેકર લગાવવામાં આવ્યું હતું, પરંતુ તેના ઉપકરણની બૅટરી બે વર્ષે સમાપ્ત થઈ ગઈ અને આમ તેની સ્થિતિ પૂર્વવત્ થઈ ગઈ હતી. વળી સર્જરીનો ખર્ચ ૧૦,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૧૦ લાખ રૂપિયા આવે છે. બીમારીને કારણે તેણે પોતાની દીકરીથી પણ દૂર રહેવું પડે છે. સર્જરી માટે એ મહિલાએ લોકો પાસે સહાય માગી અંદાજે ૩૦૦૦ પાઉન્ડ ભેગા પણ કર્યા છે. તેને આશા છે કે મિત્રો તેમ જ અન્ય લોકોની મદદથી તે સર્જરી માટે પૂરતુ ભંડોળ ભેગું કરશે.

offbeat news