મહિલાએ સિંગાપોરથી ઍન્ટાર્કટિકા સુધીની વિશ્વની સૌથી લાંબી ફૂડ-ડિલિવરી કરી

20 November, 2022 09:02 AM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

માનસાએ તેના પ્રવાસની વિગતોનો વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર શૅર કર્યો છે

માનસા ગોપાલ

સિંગાપોરની માનસા ગોપાલ નામની એક મહિલાએ ઍન્ટાર્કટિકાના તેના ગ્રાહકને ફૂડ ડિલિવર કરવા વિશેષ પ્રયાસ કરી ચાર ઉપખંડમાં થઈને લગભગ ૩૦,૦૦૦ કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો. માનસાએ તેના પ્રવાસની વિગતોનો વિડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પર શૅર કર્યો છે.

આ વિડિયોમાં આખા પ્રવાસ દરમ્યાન તેના હાથમાં ફૂડ-પૅકેટ પકડેલું જોઈ શકાય છે.  તેણે સિંગાપોરથી શરૂઆત કરી, ત્યાંથી હમ્બર્ગ પહોંચી ત્યાર બાદ બ્યુનસ આયરસ અને ઉશુઐઆ અને છેલ્લે ઍન્ટાર્કટિકા પહોંચે છે. આ પ્રવાસ દરમ્યાન ઘણી જગ્યાએ તે બર્ફીલા તેમ જ કાદવવાળા રસ્તે ચાલતી પણ દેખાય છે. વિડિયોના અંતે તે પોતાના ગ્રાહકને ફૂડ-પૅકેટની ડિલિવરી આપતી દેખાય છે.

જોકે અન્ય એક પોસ્ટમાં તેણે કહ્યું હતું કે ૨૦૨૧માં પોતાના ઍન્ટાર્કટિકા અભિયાન માટે ભંડોળ એકત્ર કરવા તેમ જ એને સ્પૉન્સર કરવા તે બ્રૅન્ડ શોધી રહી હતી. 

offbeat news international news viral videos