માસ્ક ભૂલી ગઈ તો સેનિટરી પૅડ મોં પર ચિપકાવી દીધું

10 October, 2020 08:34 AM IST  |  Mumbai | Mumbai correspondent

માસ્ક ભૂલી ગઈ તો સેનિટરી પૅડ મોં પર ચિપકાવી દીધું

માસ્ક ભૂલી ગઈ તો સેનિટરી પૅડ મોં પર ચિપકાવી દીધું

બ્રિટનના ગ્રેટ માન્ચેસ્ટરમાં રશેલ ટેલર નામની મહિલા એક સ્ટોરમાં ખરીદી કરવા ગઈ. ઘરમાંથી નીકળતાં પહેલાં ચહેરા પર માસ્ક બાંધવાનું તે ભૂલી ગઈ. પેટ્સ માટેના આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં માસ્ક વિના એન્ટ્રી ન હોવાથી તેણે કંઈક જુગાડ કરવાનું વિચાર્યું. જો એ સ્ટોરમાં માસ્ક મળતો હોત તો તો વાંધો નહોતો, પરંતુ એ પેટ સ્ટોર હોવાથી ત્યાં માસ્ક અવેલેબલ નહોતો. જુગાડ માટે તેણે પોતાના પર્સમાં રહેલું સૅનિટરી પૅડ કાઢીને મોં પર ચિપકાવી દીધું. પૅડને મોં પર ટકાવી રાખવા માટે કોઈ દોરી તો હોતી નથી એટલે તેણે પોતાના સનગ્લાસિસની અંદર પૅડને દબાવીને ટકાવી રાખ્યું હતું. રશેલનું કહેવું હતું કે, ‘ચહેરા પર માસ્ક હોવો જરૂરી હતો. ભલે હું સૅનિટરી પૅડને કારણે ફની લાગતી હોઈશ, પણ ઍટલીસ્ટ ફાઇન ભરવામાંથી તો બચી ગઈ.’

international news offbeat news