કમ્પ્યુટર સાયન્સમાં ગ્રૅજ્યુએટ આ મહિલા અંગ્રેજીમાં ભીખ માગે છે

25 November, 2021 05:13 PM IST  |  Varasnasi | Gujarati Mid-day Correspondent

વારાણસીના ઘાટ પર રહેતી અને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી એક મહિલાનો ભીખ માગતો વિડિયો વાઇરલ થયો છે

અંગ્રેજી ભાષામાં ભીખ માંગતી મહિલા

વારાણસીના ઘાટ પર રહેતી અને અસ્ખલિત અંગ્રેજીમાં બોલતી એક મહિલાનો ભીખ માગતો વિડિયો વાઇરલ થયો છે. સ્વાતિ નામની આ મહિલા અસ્સી ઘાટ પર ભીખ માગી રહી છે.
બનારસ હિન્દુ યુનિવર્સિટીના એક વિદ્યાર્થીએ ફેસબુક પર આ વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેણે લખ્યું છે કે સ્વાતિ કમ્પ્યુટર સાયન્સ સાથે ગ્રૅજ્યુએટ થયેલી છે. તેનું અંગ્રેજી સારું છે. તે દક્ષિણ ભારતની વતની છે. બાળકને જન્મ આપ્યા પછી તેના શરીરનો જમણો ભાગ લકવો મારી ગયો છે. છેલ્લાં ત્રણ વરસથી તે અહીં વારાણસીના ઘાટ પર રહે છે. સ્વાતિ આના કરતાં સારા જીવનની અધિકારી છે. તેને આર્થિક મદદની નહીં, આર્થિક સ્વનિર્ભરતા માટે નોકરીની જરૂર છે. પ્લીઝ તેને નોકરી અપાવવામાં મદદ કરો.
જોતજોતામાં આ વિડિયો વાઇરલ થયો અને અત્યાર સુધી ૫૮,૦૦૦થી વધુ વાર જોવાઈ ચૂક્યો છે. નેટિઝન્સના હૃદય આ વિડિયો જોઈને ભરાઈ ગયાં હતાં અને સૌએ વિડિયો શૅર કરવા સાથે સ્વાતિને નોકરી અપાવવા માટે અપીલ કરી હતી.   

offbeat news varanasi