સાઉથ આફ્રિકાના અભયારણ્યમાં આ વાઇટ લાયન લોકપ્રિય

20 January, 2022 08:22 AM IST  |  Harrismith | Gujarati Mid-day Correspondent

ઍલ્બિનો હોવા છતાં સિંહોનો સફેદ રંગ હકીકતમાં લ્યુસિઝમ તરીકે ઓળખાતા દુર્લભ રંગ પરિવર્તનને કારણે છે.

વાઇટ લાયન

સાઉથ આફ્રિકાના વન્યજીવ અભયારણ્યમાં સુંદર સફેદ કેશવાળી ધરાવતા વાઇટ લાયન આકર્ષણનું મુખ્ય કેન્દ્ર છે. દક્ષિણ આફ્રિકાના હૅરિસ્મિથમાં ગ્લેન ગેરિફ લાયન કન્ઝર્વેશન ખાતે ૫૫ વર્ષની વયના દિગ્દર્શક અને ફોટોગ્રાફર સિમોન નીધમ દ્વારા આ સિંહનો ફોટોગ્રાફ લેવામાં આવ્યો હતો.
આ અદ્ભુત ફોટો નર સફેદ સિંહ એ કન્ઝર્વેશનની આસપાસ ભટકી રહ્યો હતો એ વેળાનો છે. એક ફોટોમાં કેશવાળીવાળો સિંહ જમીન પર સૂતેલો હોય છે, જ્યારે કે બીજા ફોટોમાં એ ગર્જના કરી રહ્યો હોય છે. 
તમામ લુપ્તપ્રાય પ્રાણીઓને આપણી મદદની આવશ્કતા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે જો એમને બચાવવામાં નહીં આવે તો આપણા પૌત્રો અને તેમના પછીની પેઢી માટે આ પ્રાણીઓ એક કિંવદંતી બનીને રહી જશે. 
ઍલ્બિનો હોવા છતાં સિંહોનો સફેદ રંગ હકીકતમાં લ્યુસિઝમ તરીકે ઓળખાતા દુર્લભ રંગ પરિવર્તનને કારણે છે. આ સ્થિતિ પ્રાણીઓમાં પિગમેન્ટેશનના આંશિક નુકસાનને કારણે ઉત્પન્ન થાય છે, જેના પરિણામે એમનો રંગ સફેદ હોય છે. લ્યુસિઝમ સામાન્ય રીતે અપ્રિય જનીન દ્વારા થાય છે, જેને રંગ અવરોધક તરીકે પણ ઓળખવામાં આવે છે.

offbeat news international news