આસામની આ ચા વેચાઈ ૭૫,૦૦૦ રૂપિયે કિલો

01 November, 2020 08:54 AM IST  |  Assam | Gujarati Mid-day Correspondent

આસામની આ ચા વેચાઈ ૭૫,૦૦૦ રૂપિયે કિલો

આસામની ચા

આસામના ગુવાહાટીમાં ગયા ગુરુવારે યોજાયેલા ઑક્શનમાં મનોહારી ગોલ્ડ ટી નામની વરાઇટી ૭૫,૦૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ હતી. ચાની કોઈ પણ ક્વૉલિટી કે વરાઇટી આટલા ઊંચા ભાવે વેચાય એ કોઈ પણ વ્યક્તિ માટે આશ્ચર્યનો વિષય હોઈ શકે. એથી એમાં એવું શું વિશેષ છે એ જાણવાની સૌને ઉત્કંઠા પણ રહેશે. આ વર્ષે ઑક્શનમાં ઊપજેલી આ સૌથી વધારે કિંમત છે. ગુવાહાટી ટી ઑક્શન બાયર્સ અસોસિએશનના સેક્રેટરી દિનેશ બિહાનીએ જણાવ્યું હતું કે કન્ટેમ્પરરી બ્રોકર્સ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીએ ગુવાહાટીની વિષ્ણુ ટી કંપનીને ૭૫,૦૦૦ રૂપિયે કિલોના ભાવે મનોહારી ગોલ્ડ ટી વેચી હોવાનું જણાવ્યું હતું. ચાના બગીચામાંથી ફક્ત સૂર્યોદય વેળા ચૂંટી શકાય એ પ્રકારની સાવ કૂણી પાંદડીઓ (સેકન્ડ ફ્લશ કર્નલ ટી બડ્સ) વડે મનોહારી ગોલ્ડ ટી વરાઇટી બનતી હોય છે. અગાઉના મહત્તમ ભાવે ચાના વેચાણનો ૫૦,૦૦૦ રૂપિયાનો રેકૉર્ડ હતો. એ ચા મનોહારી ગોલ્ડ ટી જે બગીચામાંથી મેળવાઈ એ જ બગીચાની હતી. ગયા વર્ષે ઑગસ્ટ મહિનામાં ડિકોમ ટી એસ્ટેટની ગોલ્ડન બટરફ્લાય ટી ૭૫,૦૦૦ રૂપિયે કિલોના ભાવે વેચાઈ હતી. ગયા વર્ષે ઑર્થોડોક્સ ગોલ્ડન ટી એક કિલોના ૭૦,૫૦૧  રૂપિયાના ભાવે વેચાઈ હતી.

national news assam offbeat news