આ સ્કાયડાઇવરનો આઇફોન ૧૨૦૦૦ ફીટથી પડ્યા છતાં ચાલુ છે

08 January, 2021 08:41 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ સ્કાયડાઇવરનો આઇફોન ૧૨૦૦૦ ફીટથી પડ્યા છતાં ચાલુ છે

આ સ્કાયડાઇવરનો આઇફોન ૧૨૦૦૦ ફીટથી પડ્યા છતાં ચાલુ છે

મોબાઇલ ફોન જીવનનું એક અવિભાજ્ય અંગ બની ગયો છે. જો ફોન હાથમાંથી પડી જાય તો આપણું હૃદય ધડકવાનું ચૂકી જાય એ વાત તો બધા જ માનશે.
આવામાં વિચારો કે જો ૧૨,૦૦૦ ફીટની ઊંચાઈએથી ફોન પડી જાય તો એની શું હાલત થાય. વિચારતા જ કંપારી છૂટી જાય, ખરુંને.
પણ કોડી માડ્રોના નામના ૩૧ વર્ષના સ્કાઇડાઇવરનો ફોન ૧૨,૦૦૦ ફુટ ઊંચેથી તેના ખિસ્સામાંથી સરકીને પડી ગયો હોવા છતાં ચાલુ હતો.
કોડી માડ્રોનાનો સ્કાઇડાઇવિંગનો વિડિયો ઉતારી રહેલા તેના મિત્રએ કાંઈક પડતું જોયું, પણ તે કોડી માડ્રોનાનો આઇફોન હશે એની તેને કલ્પના નહોતી. સ્કાઇડાઇવિંગ કરીને ધરતી પર આવ્યા પછી કોડી માડ્રોનાને તેનો ફોન ગુમ થયાની જાણ થઈ હતી. સ્કાયડાઇવિંગની ઘટના જાન્યુઆરી ૨૦૨૦ની છે, પણ આ વિડિયો ફરી વાઇરલ થયો છે.
બન્ને મિત્રોએ આઇફોનની શોધ કરતાં મળ્યો ત્યારે એ તૂટીફૂટી ગયો હતો. જોકે તેમના આશ્ચર્ય વચ્ચે એ ચાલુ હતો. ફોન મળ્યા બાદ લગભગ બે અઠવાડિયાં સુધી કોડી માડ્રોનાએ એ વાપરી એમાંની અગત્યની માહિતી સુરક્ષિત રીતે ટ્રાન્સફર કરી લીધી હતી.

international news offbeat news