માઇનસ ૫૦ તાપમાને પણ રશિયાની આ સ્કૂલ ખુલ્લી રહે છે

21 December, 2020 09:25 AM IST  |  Mumbai | Mumbai correspondent

માઇનસ ૫૦ તાપમાને પણ રશિયાની આ સ્કૂલ ખુલ્લી રહે છે

માઇનસ ૫૦ તાપમાને પણ રશિયાની આ સ્કૂલ ખુલ્લી રહે છે

રશિયાના મોટા ભાગમાં ઠંડીની સીઝનમાં કાતિલ ઠંડી પડે છે એ તો સૌ જાણે છે, પણ અહીંના લોકો આ ઠંડી સાથે જીવતાં શીખી ગયા છે. રશિયાના ઓમ્યાકોન નામના નાનકડા ગામનાં બાળકોની સહનશક્તિ નહીં, પણ સક્ષમતા અસાધારણ ગણી શકાય એવી છે. આ એવું ગામ છે જે રશિયાનાં સૌથી ઠંડાં ગામોમાં ગણાય છે. જોકે અહીં માઇનસ ૫૦ ડિગ્રી જેટલો તાપમાનનો પારો નીચે ઊતરી જાય એ પછી પણ સ્કૂલો અને બીજું બધું જ કામ રાબેતા મુજબ ચાલ્યા કરે છે. ગામમાં ઉષ્ણતામાન માઇનસ બાવન ડિગ્રી સેલ્સિયસનો આંકડો પાર કરે ત્યારે જ સ્થાનિક સ્કૂલ બંધ કરવામાં આવે છે. રશિયાના સાખા પ્રાંતનું યાકુત્સ્ક ગામ વિશ્વમાં સૌથી ઠંડું ગણાય છે, પરંતુ ઠંડીની બાબતે ઓમ્યાકોન ગામ એનાથી ગંભીર સ્થિતિમાં હોય છે. ઓમ્યાકોનમાં ઉષ્ણતામાન માઇનસ ૫૦ ડિગ્રી સેલ્સિયસ પર હોય ત્યાં સુધી બધું નૉર્મલ હોય એ મુજબ ચાલતું રહે છે. તાપમાનનો આંકડો માઇનસ બાવન પર પહોંચે ત્યારે પ્રાઇમરી અને માઇનસ છપ્પનનો આંકડો પાર કરે ત્યારે સેકન્ડરી ક્લાસિસ બંધ કરવામાં આવે છે.
ડિસેમ્બર મહિનામાં ઓમ્યાકોનમાં રોજ સવારે ૧૦ વાગ્યે સૂર્યોદય થાય છે અને સ્કૂલના ક્લાસિસ ૯ વાગ્યે અંધારામાં શરૂ થાય છે. ક્લાસિસ પૂરા થવાનો સમય સાંજે પાંચ વાગ્યાનો હોય છે અને સૂર્યાસ્ત બપોરે બે વાગ્યે થાય છે.

international news offbeat news russia