આ રશિયન યુવતીને છે સૌથી ઊંચા બિલ્ડિંગ પરથી સેલ્ફી લેવાનો શોખ

15 January, 2023 09:59 AM IST  |  Moscow | Gujarati Mid-day Correspondent

એન્જેલા તેના બૉયફ્રેન્ડ ઇવાન બીરકુસ સાથે મલેશિયાના ક્વાલા લમ્પુરમાં ૨૨૨૭ ફુટ ઊંચી મેરડેકા ટાવરની છત પર ચડી ગઈ હતી

આ રશિયન યુવતીને છે સૌથી ઊંચા બિલ્ડિંગ પરથી સેલ્ફી લેવાનો શોખ

રશિયન યુવતી એન્જેલા નિકોલઉએ દુનિયાના બીજા નંબરના સૌથી ઊંચા બિલ્ડિંગની ધાર પરથી તેના ફોટોગ્રાફ્સ અને વિડિયો કૅપ્ચર કર્યા હતા. આ ફોટોગ્રાફ્સ અને વિડિયોની સોશ્યલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ છે. એન્જેલા તેના બૉયફ્રેન્ડ ઇવાન બીરકુસ સાથે મલેશિયાના ક્વાલા લમ્પુરમાં ૨૨૨૭ ફુટ ઊંચી મેરડેકા ટાવરની છત પર ચડી ગઈ હતી. તે આ ટાવરની છત પર બેસેલી જોવા મળી હતી. જ્યાંથી સિટીનો નઝારો પણ જોવા મળ્યો હતો. એન્જેલા અને બીરકુસ દુનિયાભરમાં સૌથી ઊંચી જાણીતાં બિલ્ડિંગ્સ પર ડવા અને એની છત પરથી સેલ્ફી ક્લિક કરવા માટે જાણીતાં છે.  

offbeat news russia