આ રેસ્ટોરાંમાં એકેય કર્મચારી નથી, છતાં માત્ર ચાર મિનિટમાં ફૂડ રેડી

12 March, 2023 09:13 AM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

ચેન્નઈના એક સ્ટાર્ટઅપે એક પણ સ્ટાફ મેમ્બર વિનાની યુનિક રેસ્ટોરાં શરૂ કરી છે. ભારતમાં આ પ્રકારની આ પહેલી રેસ્ટોરાં છે

આ રેસ્ટોરાંમાં એકેય કર્મચારી નથી, છતાં માત્ર ચાર મિનિટમાં ફૂડ રેડી

ચેન્નઈના એક સ્ટાર્ટઅપે એક પણ સ્ટાફ મેમ્બર વિનાની યુનિક રેસ્ટોરાં શરૂ કરી છે. ભારતમાં આ પ્રકારની આ પહેલી રેસ્ટોરાં છે. બઈ વીટુ કલ્યાણમ કે બીવીકે બિરયાની ઑથેન્ટિક પ્રીમિયમ વેડિંગ સ્ટાઇલ બિરયાની સર્વ કરે છે. આ બિરયાની તૈયાર કરવા માટે કોલસા અને લાકડાંનો ઉપયોગ કરવામાં આવે છે.

ચેન્નઈમાં એની રેસ્ટોરાંનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર ખૂબ જોવાઈ રહ્યો છે. એમાં જોવા મળે છે કે કસ્ટમર ૩૨ ઇંચની સ્ક્રીન પર ડિજિટલ મેનુ પર નજર કરે છે, તેનો ઑર્ડર આપે છે અને પેમેન્ટ કરે છે. અહીં ક્યુઆર કોડ સ્કૅન કરીને કે કાર્ડનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકાય છે. એક વખત ઑર્ડર તૈયાર થઈ જાય એટલે ટચ સ્ક્રીન પર ‘ઓપન ડોર’ ઑપ્શન ટચ કરે છે અને ડોર ખૂલતાં તેનું ફૂડ કલેક્ટ કરે છે.

આ ટેક અવે રેસ્ટોરાંમાં કોઈ વેઇટિંગ હોતું નથી. વળી, ઑર્ડર આપવા માટે કોઈની સાથે વાત કરવાની પણ જરૂર નથી. એક ફૂડ-બ્લૉગરે ઇન્સ્ટાગ્રામ પર લખ્યું હતું, ‘મને ચાર મિનિટમાં મેં ઑર્ડર કરેલું ફૂડ મળી ગયું હતું.’

offbeat news chennai india