૫૦૦૦થી વધુ દીવાસળીનાં ખોખાં એકઠાં કર્યાં, ત્રીજીમાં ભણતી આ ઓડિશા ગર્લે

20 December, 2020 10:23 AM IST  |  Mumbai | Mumbai correspondent

૫૦૦૦થી વધુ દીવાસળીનાં ખોખાં એકઠાં કર્યાં, ત્રીજીમાં ભણતી આ ઓડિશા ગર્લે

૫૦૦૦થી વધુ દીવાસળીનાં ખોખાં એકઠાં કર્યાં, ત્રીજીમાં ભણતી આ ઓડિશા ગર્લે

શોખ રાખવો એક વાત છે અને એને પૂરો કરવો બીજી વાત છે. ઘણા લોકોને રજાઓમાં બહાર ફરી ત્યાંના ફોટો એકઠા કરી એની સ્મૃતિ તરીકે સંગ્રહ કરવાનો શોખ હોય છે. ઓડિશાની ત્રીજા ધોરણમાં ભણતી એ છોકરી દિબ્યાંશીને વિશ્વના વિવિધ દેશોના મેચબૉક્સ એકઠાં કરવાનો શોખ છે. તેના પિતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર છે અને તેમને વિવિધ દેશમાં ફરવાનું થાય છે. તે જે સ્થળે જાય ત્યાંનાં મેચબૉક્સ પોતાના મિત્રો માટે લઈ આવતા હતા, જે દિબ્યાંશીને પસંદ પડી જતાં તેણે પોતાને રાખવા માટે પિતાને વિનંતી કરી હતી. આ ઉપરાંત દિબ્યાંશી તેના મિત્રો, સ્નેહીઓ અને પરિવારજનોને પણ વિદેશ ફરવા જાય તો ત્યાંનાં મેચબૉક્સ લઈ આવવા જણાવે છે. અત્યાર સુધી દિબ્યાંશી પાસે લગભગ ૫૦૦૦ કરતાં વધુ મેચબૉક્સ છે, જેમાં નેપાલ, પોલૅન્ડ, ભુતાન અને બંગલા દેશનાં મેચબૉક્સનો સમાવેશ છે.
દિબ્યાંશીની મમ્મીનું કહેવું છે કે તે છેલ્લાં ૩ વર્ષથી મેચબૉક્સ સંગ્રહિત કરે છે. આ મેચબૉક્સને તે પ્લાસ્ટિકમાં ભરીને સાચવે છે એમ જણાવતાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેના વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર પપ્પા દ્વારા લાવવામાં આવેલી વિવિધ દેશની અને વિવિધ ડિઝાઇનનાં મેચબૉક્સ સંગ્રહ કરવાનો શોખ જાગ્યો હતો. તેને વિવિધ થીમ પ્રમાણે ગોઠવવામાં આવી છે.

national news orissa offbeat news