સોશ્યલ મીડિયામાં છવાઈ ગયાં, સડસડાટ અંગ્રેજીમાં નિબંધ બોલતાં દેશી દાદી

03 March, 2020 08:22 AM IST  |  Mumbai Desk

સોશ્યલ મીડિયામાં છવાઈ ગયાં, સડસડાટ અંગ્રેજીમાં નિબંધ બોલતાં દેશી દાદી

આઇપીએસ અધિકારી અરુણ બોથરાએ ઇન્ટરનેટ પર એકદમ સડસડાટ અંગ્રેજીમાં બોલતી પ્રૌઢ ગ્રામીણ મહિલાનો વિડિયો પોસ્ટ કર્યો છે, જે સોશ્યલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે.

ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા આ વિડિયોમાં ભાગવાનીદેવીને મહાત્મા ગાંધી વિશે પૂછવામાં આવતાં જ તેઓ સડસડાટ અંગ્રેજીમાં મહાત્મા ગાંધી વિશે, તેમની સરળ જીવનશૈલી વિશે તેમ જ હિન્દુ-મુસ્લિમ પ્રત્યેની તેમની ભાવના વિશે બોલવાની શરૂઆત કરે છે અને અંતમાં પોતાનું આખું નામ પણ જણાવે છે.

પહેલી માર્ચે પોસ્ટ કરાયેલા આ વિડિયોને ૧.૬ લાખ વાર જોવાયો છે અને એને ૧૦,૪૦૦ લાઇક્સ મળી છે. લોકો આ પ્રૌઢ મહિલાના અંગ્રેજી ભાષા પરના કાબૂથી ચકિત રહી ગયા છે. કોઈકનું કહેવું છે કે આ દાદી પાસેથી પ્રેરણા લેવી જોઈએ તો વળી કોઈક આ વિડિયો-ક્લિપ શબ્દભંડોળના જ્ઞાતા મનાતા શશી થરૂરના ધ્યાન પર લાવવાનું સૂચન કરે છે.

national news offbeat news mahatma gandhi