સાઇબીરિયાનો નરકના દરવાજા જેવો આ કુદરતી ખાડો વધુ ને વધુ વિશાળ થઈ રહ્યો છે

24 May, 2022 01:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રશિયાના સાઇબીરિયામાં માટી ધસી પડવાને કારણે માઉથ ટુ હેલ અર્થાત નરકનું પ્રવેશદ્વાર નામક એક વિશાળ ખાડો તૈયાર થયો છે.

સાઇબીરિયાનો નરકના દરવાજા જેવો આ કુદરતી ખાડો વધુ ને વધુ વિશાળ થઈ રહ્યો છે

રશિયાના સાઇબીરિયામાં માટી ધસી પડવાને કારણે માઉથ ટુ હેલ અર્થાત નરકનું પ્રવેશદ્વાર નામક એક વિશાળ ખાડો તૈયાર થયો છે. બટાગાઇકા નામથી ઓળખાતો આ ખાડો સૌથી પહેલાં ૧૯૮૦માં માપવામાં આવ્યો હતો ત્યારથી અત્યાર સુધી એની લંબાઈમાં એક કિલોમીટરનો વધારો થયો છે તેમ જ એનું ઊંડાણ વધીને ૮૬ મીટર એટલે કે ૨૮૨.૧ ફુટ થયું છે. સ્થાનિક લોકોએ એને નરકનું પ્રવેશદ્વાર એવું નામ આપ્યું છે. દર વર્ષે આ ખાડો ૨૦થી ૩૦ મીટર વધતો જાય છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા પ્રમાણે ધ્રુવ પ્રદેશમાં જમીનની નીચે થીજી ગયેલી માટી પીગળવાને કારણે આ પ્રક્રિયા થઈ રહી છે. આ પોલાણ પોતાની આસપાસની દરેક વસ્તુને ખેંચી રહ્યું છે. આ પ્રક્રિયાને કારણે પૃથ્વીના ૧,૨૦,૦૦૦થી ૨,૦૦,૦૦૦ વર્ષ જૂના માટીના સ્તરને જોઈ શકાય છે જે ૬,૫૦,૦૦૦ વર્ષ સુધીના હોવાનો અંદાજ છે.
૨૫,૮૦,૦૦૦ વર્ષ પહેલાંના ચોથા હિમયુગ દરમ્યાન માટી થીજી થઈ હતી. ૧૯૬૦માં જ્યારે જંગલનો નાશ કરવામાં આવ્યો ત્યારે સૂર્યપ્રકાશની ગરમીને કારણે માટી પીગળવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. જોકે આ પરિસ્થિતિને સારી ન કહી શકાય. ગરમી વધતાં આ ખાડાની લંબાઈ પણ વધશે. એક ભૂસ્તરશાસ્ત્રીએ ત્યાં જઈ તપાસ કરતાં કોઈ નરકનો દરવાજો મળ્યો નહોતો, માત્ર ખડકો જ હતા. જપાનના સંશોધકોએ ૨૦૧૮માં ત્યાં તપાસ કરતાં એમને ૪૨,૦૦૦ વર્ષ જૂનું એક ઘોડાનું અસ્થિ મળ્યું હતું.

offbeat news