બે લાખ બૉટલનાં ઢાંકણાંથી તૈયાર થયું છે આ નયનરમ્ય ભીંતચિત્ર

08 March, 2020 09:39 AM IST  |  Mumbai Desk

બે લાખ બૉટલનાં ઢાંકણાંથી તૈયાર થયું છે આ નયનરમ્ય ભીંતચિત્ર

વિશ્વના મોટા ભાગના કલાકારો હવે લોકોનું ધ્યાન ક્લાઇમેટ ચેન્જ જેવા મુદ્દાઓ તરફ ધ્યાન આકર્ષિત કરે એવાં ચિત્રો તૈયાર કરી રહ્યાં છે. તાજેતરમાં જ વેનેઝુએલાના યંગ આર્ટિસ્ટે સ્થળાંતરિત કરતાં પ્રાણીઓની મનોભાવના તાદૃશ્ય કરતું ચિત્ર તૈયાર કર્યું હતું. ક્લાઇમેટ ચેન્જની વાત કરતાં આવાં અસંખ્ય ચિત્રોની તો ઘણી લાંબી યાદી છે.

૨૩ વર્ષના આર્ટિસ્ટ ઑસ્કર ઑલિવરે બૉટલ કૅપ્સમાંથી વિશાળ ભીંતચિત્ર બનાવી લોકોનું ધ્યાન ખેંચ્યું છે. ઑસ્કરે અંદાજે અઢી મહિના મહેનત કરીને બે લાખ જેટલાં વિવિધ કલરનાં બૉટલ કૅપ્સની મદદથી આ ભીંતચિત્ર તૈયાર કર્યું હતું. ૪૫ મીટર લાંબું આ ભીંતચિત્ર ઓછામાં ઓછી ૩.૫ મીટર અને વધુમાં વધુ ૭.૨૫ મીટરની ઊંચાઈ ધરાવે છે.

ભીંતચિત્ર તૈયાર કરતાં પહેલાં ઑલિવર અને તેની ટીમે ત્રણ મહિના તૈયારીમાં વિતાવ્યા હતા. આખી દીવાલને સફેદ રંગથી રંગીને રાખી હતી અને બીજી તરફ ચિત્ર તૈયાર કરવા માટે વિવિધ કલરનાં બૉટલ કેપ્સ એકઠાં કર્યાં, એને સાફ કર્યાં અને એને ફિનિશિંગ ટચ આપી સ્મૂધ બનાવ્યાં અને ભીંતચિત્ર તૈયાર કર્યું.

international news offbeat news