આ મેક્સિકન રેસ્ટોરાં માત્ર ૧૩.૫ સેકન્ડમાં ઑર્ડર સર્વ કરે છે

14 January, 2022 12:28 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગ્રાહકોના ટેબલ સુધી ઝડપથી ડિશ પહોંચાડવામાં વેઇટર્સમાં પણ શરત લાગી હોય છે, એને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ મેળવવાનો માર્ગ આસાન બની ગયો. 

આ મેક્સિકન રેસ્ટોરાં માત્ર ૧૩.૫ સેકન્ડમાં ઑર્ડર સર્વ કરે છે

ગુઆડાલજારામાં કર્ને ગેરીબાલ્ડી નામની એક લોકપ્રિય રેસ્ટોરાં વિશ્વની સૌથી ઝડપી ફૂડ સર્વિસ માટેનો ગિનેસ રેકૉર્ડ ધરાવે છે. આ રેસ્ટોરાં ઑર્ડરના સમયથી માત્ર ૧૩.૫ સેકન્ડમાં ભોજન ટેબલ પર પહોંચાડી દે છે. 
સામાન્ય રીતે લોકો જો કોઈ જાણીતી રેસ્ટોરાંમાં જાય તો ત્યાં વધુ સમય પસાર કરવાનો પસંદ કરે છે, પણ આ રેસ્ટોરાંમાં તમે ઑર્ડર આપો એની માત્ર ૧૩.૫ સેકન્ડમાં જ ઑર્ડર તમારા ટેબલ સુધી પહોંચાડવાનો રેકૉર્ડ ધરાવે છે આ રેસ્ટોરાં. ૧૯૯૬થી આ રેસ્ટોરાં ઑર્ડર ઝડપથી સર્વ કરવાનો રેકૉર્ડ ધરાવે છે. 
આટલી ઝડપથી કઈ રીતે ઑર્ડર સર્વ કરાય છે એ પણ જાણવા જેવું છે. હકીકતમાં અમુક પરંપરાગત મેક્સિકન ડિશ ધીમે-ધીમે તૈયાર કરવાની હોય અને એમાં વધુ સમય લાગતો હોય છે. આવી ડિશ રેસ્ટોરાં ખૂલે એ સમયે તૈયાર થઈ ચૂકી હોય છે. હવે આ ડિશના પ્લેટિંગ કરીને એને ઑર્ડર-ટેબલ સુધી પહોંચાડવામાં લાગતો સમય જ અંદાજે ૧૫ સેકન્ડ કે એથી પણ ઓછો હોય છે. ગ્રાહકોના ટેબલ સુધી ઝડપથી ડિશ પહોંચાડવામાં વેઇટર્સમાં પણ શરત લાગી હોય છે, એને કારણે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ મેળવવાનો માર્ગ આસાન બની ગયો. 

international news offbeat news