મૅક્ડોનલ્ડ્સના આ ચાહકે અત્યાર સુધીમાં ૩૨,૩૪૦ જેટલાં બિગ મૅક્સ ખાધાં

21 May, 2022 11:27 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૅક્ડોનલ્ડ્સના એક ચાહકે અત્યાર સુધી તેની લાઇફમાં ૩૨,૩૪૦થી વધુ બિગ મૅક્સ (હૅમબર્ગર) ખાધાં છે એ વાતને સાચી ઠરાવવા માટે તેની પાસે એની રિસીપ્ટ પણ છે એમ ડોનાલ્ડ ગોર્સ્કેનું કહેવું છે.

મૅક્ડોનલ્ડ્સના આ ચાહકે અત્યાર સુધીમાં ૩૨,૩૪૦ જેટલાં બિગ મૅક્સ ખાધાં

મૅક્ડોનલ્ડ્સના એક ચાહકે અત્યાર સુધી તેની લાઇફમાં ૩૨,૩૪૦થી વધુ બિગ મૅક્સ (હૅમબર્ગર) ખાધાં છે એ વાતને સાચી ઠરાવવા માટે તેની પાસે એની રિસીપ્ટ પણ છે એમ ડોનાલ્ડ ગોર્સ્કેનું કહેવું છે. વાતની શરૂઆત ૧૯૭૨માં થઈ હતી, જે વખતે તેણે પોતાની પ્રથમ કારની ખરીદી કરી હતી. આ પ્રસંગને તેની યાદગીરી તરીકે ઉજવણી કરવા માટે તેણે મૅક્ડોનલ્ડ્સ જઈને પ્રથમ ઑર્ડર મૂક્યો હતો. જોકે ત્યાર બાદ તેને એનો એવો ચસકો લાગ્યો કે તે છેલ્લાં ૫૦ વર્ષમાં લગભગ ૩૨,૩૪૦ કરતાં વધુ બિગ મૅક્સ ખાઈ ચૂક્યો છે અને ભવિષ્યમાં પણ ખાતો રહેશે એમ જણાવે છે. ડોનાલ્ડ ગોર્સ્ક માટે સૌથી જરૂરી હતું કે પોતે એનો રેકૉર્ડ રાખે. બૅન્કર્સના ખાલી કાર્ટનથી ભરેલાં બૉક્સ તેણે ઘરમાં સંગ્રહી રાખ્યાં છે, એમાં ઑર્ડર કરેલાં અને ખાધેલાં તમામ બર્ગરની વર્ષોથી સંગ્રહ કરેલી રસીદોથી ભરેલાં ફોલ્ડર્સ પણ તેણે સાચવી રાખ્યાં છે.  

offbeat news