માત્ર બે વેલામાંથી આ ભાઈએ પાંચ માળના મકાનને વર્ટિકલ ગાર્ડન બનાવ્યું

08 May, 2020 10:05 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

માત્ર બે વેલામાંથી આ ભાઈએ પાંચ માળના મકાનને વર્ટિકલ ગાર્ડન બનાવ્યું

5માળના મકાનને બનાવ્યું વર્ટિકલ ગાર્ડન

વિયેટનામની રાજધાની હેનોઇમાં રહેતા હેનોઇ યુનિવર્સિટી ઑફ સિવિલ એન્જિનિયરિંગના ભૂતપૂર્વ લેક્ચરર ડૉ. હોઆન્ગ ન્હુ તાન્ગે તેમના પાંચ માળના ઘરને રીતસર વર્ટિકલ ગાર્ડન બનાવ્યું છે. ૩૦ વર્ષના ગાળામાં બે લીલી વેલ એવી સરસ રીતે ગૂંથાઈ છે કે આખા મકાનની ફરતે લીલો પડદો બની ગયો છે. આ પ્રયોગની શરૂઆત ૧૯૯૦માં થઈ હતી. હેનોઇના આ વિસ્તારમાં એ દિવસોમાં પાંચ માળનું મકાન સૌથી મોટું હતું એથી એ મકાનમાં તડકાનો ત્રાસ ઘણો હતો. લેક્ચરરસાહેબે તડકાથી બચવા માટે ઘરમાં ઠંડક રહે એવા બે વેલા ઉગાડ્યા અને ધીમે-ધીમે આગળ વધતા અને ઉપર ચડતા એ વેલા તેમને ખૂબ ઉપયોગી થયા. આજે એ બે વેલા એવા સરસ રીતે ગૂંથાઈ ગયા છે કે ઘરમાં સૂર્યના તાપનો ત્રાસ નાબૂદ થવા ઉપરાંત મકાનની સુંદરતા વધી ગઈ છે.

international news offbeat news