આમણે 5 વર્ષમાં ૭૩ લાખ રૂપિયા ખર્ચીને ઘરમાં બનાવ્યું રમકડાંનું મુવી સિટી

29 May, 2020 09:36 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

આમણે 5 વર્ષમાં ૭૩ લાખ રૂપિયા ખર્ચીને ઘરમાં બનાવ્યું રમકડાંનું મુવી સિટી

ઘરમાં જ બનાવ્યું ટૉય મૂવી સિટી

અમેરિકાના ન્યુ જર્સીમાં ૩૫ વર્ષના જોશ ફુતેએ ૧૬૦૦ લેગો સેટ્સ અને ૮૧,૦૦૦ બ્રિક્સ વડે બિલ્ડિંગના બેઝમેન્ટમાં મોટું લેગો મુવી સિટી બનાવ્યું છે. જોશ ફુતેને એની પત્નીએ ટૉય સ્ટોરનું મૉડલ ભેટ આપ્યા પછી એ લેગો સેટ્સ અને લેગો બ્રિક્સ વડે બાંધકામને રવાડે ચડ્યો હતો. ૨૦૧૨ની ક્રિસમસમાં જોશને એ વખતે તેની ગર્લફ્રેન્ડ (હવે પત્ની) તેને ક્રિસમસની ભેટ ખરીદવા ટૉય સ્ટોરમાં લઈ ગઈ હતી.
૨૦૧૫માં તેણે લેગો મુવી સિટીનો પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. ત્યાર પછી એ નાનકડું લેગો હાઉસ બનાવીને પોતાના બેડરૂમમાંથી ત્યાં રહેવા જતો રહ્યો. રોજ નવા લેગોનું વધુ બાંધકામ કરતાં-કરતાં લેગો સિટી બનાવ્યું છે. ૫૦,૦૦૦ ડૉલરના લેગો સેટ ૧૪,૦૦૦ ડૉલરની બ્રિક્સ તથા અવેન્જર ટાવર, મ્યુઝિયમ વગેરે મળીને બેઝમેન્ટ સહિત મુવી સિટી બનાવવાનો અને અન્ય ખર્ચ મળીને કુલ ૯૬,૦૦૦ ડૉલર (અંદાજે ૭૩ લાખ રૂપિયા)ના ખર્ચે જોશ ફુતેએ લેગો મુવી સિટીની રચના કરી છે.

international news offbeat news