આ સ્પાઇડરમૅન ૧૫૩.૮ મીટર ઊંચી ગગનચુંબી ઇમારત ચડી ગયો

25 November, 2021 05:11 PM IST  |  France | Gujarati Mid-day Correspondent

ફ્રેન્ચ સ્પાઇડરમૅન તરીકે જાણીતા ઍલન રૉબર્ટ અર્બન-ક્લાઇમ્બર છે

અર્બન સ્પાઇડરમેન

ફ્રેન્ચ સ્પાઇડરમૅન તરીકે જાણીતા ઍલન રૉબર્ટ અર્બન-ક્લાઇમ્બર છે. અર્બન ક્લાઇમ્બર એટલે કે શહેરી વિસ્તારોમાં કૂદાકૂદ કરનારા વ્યવસાયી તરીકે તેઓ નગરનાં ઊંચાં-ઊંચાં બિલ્ડિંગ્સમાં અહીંથી તહીં લટકતા-ફંગોળાતા હોય છે અને સીડી-લિફ્ટ વગર ઇમારતોને આંબી જતા હોય છે. હવે તેઓ જર્મનીના ફ્રૅન્કફર્ટમાં ૧૫૩.૮ મીટર ઊંચી ગગનચુંબી ઇમારત ચડી ગયા હતા.  એ.એફ.પી.

offbeat news