બીજા લોકોથી ચોક્કસ અંતર રહે એ માટે 1 મીટર પહોળી ડિસ્ક પહેરીને ફરે છે

16 March, 2020 09:33 AM IST  |  Mumbai Desk

બીજા લોકોથી ચોક્કસ અંતર રહે એ માટે 1 મીટર પહોળી ડિસ્ક પહેરીને ફરે છે

ચોક્કસ અંતર રહે એ માટે 1 મીટર પહોળી ડિસ્ક પહેરીને ફરે છે

ફ્રાન્સના લોકો ચિત્રકળા માટે અને ઇટલી સંગીત માટે જાણીતાં છે. ઇટલીના રોમમાં નીરોના વાંસળીવાદનની કથા મશહૂર છે. બહુ ક્રીએટિવ આઇડિયા માટે વિશેષ ઓળખ ધરાવતા ઇટેલ્યનો કળા ઉપરાંત રોજિંદા જીવનમાં પણ અવનવા અખતરા કરતા જોવા મળે છે. કોરોના વાઇરસથી બચવા માટે અન્યોના શારીરિક સંપર્કથી બચવા સોશ્યલ ડિસ્ટન્સની સલાહને અનુસરવા રોમના રહેવાસીએ એ શહેરના ટેસ્ટાસિયો માર્કેટ વિસ્તારમાં પીળા રંગની એક મીટરનો વ્યાસ ધરાવતી વર્તુળાકાર ડિસ્ક શરીરની ફરતે પહેરવાનો માર્ગ અપનાવ્યો છે. સોશ્યલ મીડિયા પર ૧૨ સેકન્ડ્સની એ ક્લિપ મશહૂર બની છે. બાય ધ વે યુરોપના અનેક દેશોમાં હસ્તધૂનન અને ભેટવાને બદલે ‘નમસ્તે’ કરવાનું લોકોએ શરૂ કર્યું છે. વિશ્વમાં કોરોના વાઇરસના પૉઝિટિવ કેસની સંખ્યા ૧.૪૦ લાખની નજીક પહોંચી રહી છે અને મરણાંક ૫૦૦૦ની નજીક પહોંચી રહ્યો છે ત્યારે હાઈ રિસ્ક કન્ટ્રીઝ સહિત વિવિધ રાષ્ટ્રોમાં સામાજિક, સામૂહિક, સાંસ્કૃતિક અને વર્ક-કલ્ચરનો માહોલ જુદા-જુદા રૂપમાં જોવા મળે છે.

coronavirus international news offbeat news