અરરર! ઈરાનના આ ભાઈ ૬૭ વર્ષથી નાહ્યા જ નથી

22 January, 2021 09:35 AM IST  |  Mumbai | Mumbai correspondent

અરરર! ઈરાનના આ ભાઈ ૬૭ વર્ષથી નાહ્યા જ નથી

અરરર! ઈરાનના આ ભાઈ ૬૭ વર્ષથી નાહ્યા જ નથી

સામાન્ય સંજોગોમાં નાહ્યા વિના તમને કેટલા દિવસ ચાલે. જવાબ હશે એક પણ દિવસ નહીં. સંજોગો પ્રતિકૂળ હોય તોય નાહ્યા વિના તો કોઈનેય ન ચાલે, પરંતુ ઈરાનના દક્ષિણે આવેલા એક રાજ્યના દેઇગાહ ગામનો અમોઉ હાજી નામનો આ ૮૭ વર્ષનો માણસ છેલ્લાં ૬૭ વર્ષથી નાહ્યો જ નથી. કાદવ, ધૂળ અને માટીથી રગદોળાયેલો અમોઉ હાજી જો સ્થિર ઊભો રહ્યો હોય તો કોઈ તેને શિલ્પ માની બેસે એટલી ધૂળ-માટી તેની ચામડી અને વાળ પર જામી ચૂકી છે.
આટલાં વર્ષોથી ન નાહવાનું એકમાત્ર કારણ એ છે કે તેને પાણીથી ડર લાગે છે. તેના મનમાં એવો વહેમ છે કે જો તે નાહશે તો માંદો પડી જશે. તેનો મનપસંદ ખોરાક છે મરેલાં પ્રાણીઓ અને ખાસ કરીને શાહુડીનું માંસ. તેને ધૂમ્રપાન પસંદ છે, પણ તે તમાકુ નહીં, સડેલા પાઇપથી પ્રાણીઓના સુકાયેલા મળનું ધૂમ્રપાન કરે છે. એવું કહેવાય છે કે યુવાનીમાં બનેલી કોઈ લાગણીશીલ ઘટનાથી લાગેલા આઘાતને કારણે તેણે સ્વેચ્છાએ એકાંતવાસ સ્વીકારી લીધો છે.

international news offbeat news