નકલી ચેક પ્રિન્ટ કરી એક કરોડ રૂપિયાની કાર ખરીદી લીધી આ ભાઈએ

06 August, 2020 02:23 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

નકલી ચેક પ્રિન્ટ કરી એક કરોડ રૂપિયાની કાર ખરીદી લીધી આ ભાઈએ

નકલી ચેક પ્રિન્ટ કરી એક કરોડ રૂપિયાની કાર ખરીદી લીધી આ ભાઈએ

પોતાના ઘરના કમ્પ્યુટર પર નકલી ચેક પ્રિન્ટ કરીને લક્ઝરી કાર ખરીદ કરનારા એક શખસની ફ્લૉરિડા પોલીસે ધરપકડ કરી છે. 42 વર્ષના કેસી વિલિયમ કેલીએ કારની ખરીદી કર્યા બાદ બનાવટી ચેક આપીને ત્રણ રૉલેક્સ ઘડિયાળ ખરીદવાની કોશિશ કરી હતી.
વાત એમ છે કે વિલિયમભાઈએ ૨૭ જુલાઈએ ઓકાલોસા કાઉન્ટીમાં એક શોરૂમમાં જઈ એક કરોડ ડૉલરનો બનાવટી ચેક આપીને પૉર્શે ૯૧૧ ટર્બો કાર ખરીદી હતી. કાર ડીલરશિપની કંપની જ્યારે ચેકને એન્કૅશ કરાવવા ગઈ ત્યારે એ ચેક નકલી હોવાની જાણ થઈ હતી. બીજી તરફ વિલિયમભાઈએ આ કારમાં ફરવાનું શરૂ કરી દીધું હતું એટલું જ નહીં, તેમણે આ કાર સાથે તસવીરો ખેંચીને સોશ્યલ મીડિયામાં પણ મૂકી હતી.
આવી કારચોરી બાદ વિલિયમ ભાઈ ફરીથી ૬૧,૫૨૧ ડૉલરનો વધુ એક નકલી ચેક લઈને લક્ઝરી વૉચ રૉલેક્સ ઘડિયાળ ખરીદવા ગયા હતા. જોકે દુકાનદારે ચેક કૅશ ન થાય ત્યાં સુધી ઘડિયાળ ન આપતાં તેમને નુકસાન થતું બચી ગયું હતું.
જ્યારે પોલીસે તેમને કાર સાથે પકડી લીધા ત્યારે વિલિયમભાઈએ નકલી ચેક પોતાના ઘરના કમ્પ્યુટર પર તૈયાર કરીને પ્રિન્ટ કાઢીને તૈયાર કર્યો હોવાનો ખુલાસો કર્યો હતો.

offbeat news national news