વર્ક ફ્રૉમ હોમમાં ભાડેથી લાવીને દરરોજ નવાં ગાઉન પહેરે છે આ બહેન

04 April, 2020 09:03 AM IST  |  Mumbai Desk

વર્ક ફ્રૉમ હોમમાં ભાડેથી લાવીને દરરોજ નવાં ગાઉન પહેરે છે આ બહેન

હાલમાં જ્યારે બધા ઘરમાં મુશ્કેલીથી સમય પસાર કરી રહ્યા છે ત્યારે ન્યુ યૉર્કની લ્યુસી રૉજર નામની મહિલા વર્ક ફ્રૉમ હોમ દરમ્યાન ‘રેન્ટ ધ રનવે’ નામની ભાડે કપડાં આપતી સર્વિસના સબસ્ક્રિપ્શનનો ઉપયોગ કરીને અવનવાં ગાઉન પહેરીને તેનો એકાંતવાસ પસાર કરી રહી છે. 

ડિજિટલ માર્કેટિંગ એજન્સી ક્લાઉડની કર્મચારી લ્યુસી રૉજરે તેના મિત્રો અને પરિવારના સભ્યો માટે ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ બનાવ્યું છે, જેમાં તેણે તેનાં વિવિધ ગાઉન પહેરેલા ફોટો અપલોડ કર્યા છે. તેના મિત્રો તેના આ આઇડિયાને વખાણીને તેની સાથે જોડાઈ રહ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી લ્યુસી ફૅશન રેન્ટલ કંપનીનું સબસ્ક્રિપ્શન ધરાવતી હતી, જે તેને વિવિધ મીટિંગમાં પહેરવા માટે ગાઉન ભાડેથી આપતી હતી, પરંતુ કોરોના વાઇરસને કારણે કંપનીએ ઘરેથી કામ કરવાનું નક્કી કરતાં તેણે સબસ્ક્રિપ્શન રદ કરવાનો વિચાર કર્યો હતો, પરંતુ પછી તેણે રેન્ટ ધ રનવેના જે ડ્રેસ તે ઑફિસમાં પહેરી શકે એમ નહોતી એને વર્ક ફ્રૉમ હોમ વખતે ટ્રાય કરવાનું નક્કી કર્યું. તેના આ વિચારને લોકોનો પ્રતિસાદ સાંપડી રહ્યો છે.

offbeat news coronavirus covid19 international news