ભલભલા બૉડીબિલ્ડરને જોરદાર ટક્કર આપે એવી છે આ ‘લેડી હલ્ક’

27 March, 2024 09:35 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેના વર્કઆઉટમાં ૧૦૦ પુશઅપ્સ, ૨૫૦ સીટઅપ્સ, ૧૫૦ કિલોની ડેડલિફ્ટિંગ, ૨૦૦ કિલોની બેન્ચ પ્રેસ વગેરેનો સમાવેશ છે જે કોઈ પુરુષ બૉડીબિલ્ડરને પણ ટક્કર આપે છે.

નેધરલૅન્ડ્સની ૩૪ વર્ષની જૅકી કુર્ન

માર્વેલનો મહાકાય સુપરહીરો હલ્ક અત્યંત શક્તિશાળી કૅરૅક્ટર છે. રિયલમાં આવાં કૅરૅક્ટર મળવાં મુશ્કેલ હોય છે, પણ એક મહિલા એવી છે જે હલ્ક જેવી જ તાકતવર દેખાય છે અને એટલે જ તે પોતાને શી હલ્ક એટલે કે લેડી હલ્ક તરીકે ઓળખાવે છે. નેધરલૅન્ડ્સની ૩૪ વર્ષની જૅકી કુર્ન હંમેશાં ફિટનેસપ્રેમી રહી છે. કોવિડને લીધે તેણે કિક-બૉક્સિંગમાંથી બ્રેક લઈને પોતાને વધુ મજબૂત બનાવી હતી. તે જાણીતા બૉડીબિલ્ડર આર્નોલ્ડ શ્વાર્ઝેનેગર કરતાંય મોટા બાઇસેપ્સ ધરાવે છે અને પોતાના કર્વી ફિગરને ફ્લોન્ટ કરવામાં બિલકુલ અચકાતી નથી.

જૅકી આહારમાં શક્ય એટલી વધુ કૅલરી લે છે અને મસલ્સ બનાવવા માટે ખૂબ મહેનત કરે છે. તેના વર્કઆઉટમાં ૧૦૦ પુશઅપ્સ, ૨૫૦ સીટઅપ્સ, ૧૫૦ કિલોની ડેડલિફ્ટિંગ, ૨૦૦ કિલોની બેન્ચ પ્રેસ વગેરેનો સમાવેશ છે જે કોઈ પુરુષ બૉડીબિલ્ડરને પણ ટક્કર આપે છે. જૅકીએ કહ્યું કે તેને અઢળક પ્રશંસા મળે છે, પણ સામે કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરે છે. જોકે તે નકારાત્મક બાબતોને ‘બ્લૉક’ કરીને આગળ વધવા માગે છે.

offbeat news offbeat videos netherlands