ઘરગથ્થુ ચીજો, મેકઅપ મટીરિયલથી રોજ એક ક્લાસિક પેઇન્ટિંગની કૉપી કરે છે આ

17 September, 2020 08:49 AM IST  |  Mumbai | Mumbai correspondent

ઘરગથ્થુ ચીજો, મેકઅપ મટીરિયલથી રોજ એક ક્લાસિક પેઇન્ટિંગની કૉપી કરે છે આ

ઘરગથ્થુ ચીજો, મેકઅપ મટીરિયલથી રોજ એક ક્લાસિક પેઇન્ટિંગની કૉપી કરે છે આ

ગેટી મ્યુઝિયમે ક્લાસિકલ પેઇન્ટિંગ્સના રીક્રીએશનની ચૅલેન્જ #gettychallenge જાહેર કરી હતી. એ ચૅલેન્જ રશિયાના સેન્ટ પીટર્સબર્ગની લિઝા યુખ્નયોવા નામની મહિલાએ ઉપાડી લીધી હતી. થોડા વખત પહેલાં ક્વૉરન્ટીનના વખતમાં સમય પસાર કરવા માટે એ ચૅલેન્જ ઘણી ઉપયોગી સાબિત થઈ. એ મહિલાએ ઘરગથ્થુ ચીજો અને પોતાની મેકઅપ સ્કિલ્સ વડે ૧૦૦ જેટલાં ક્લાસિકલ પેઇન્ટિંગ્સનું રીક્રીએશન કર્યું છે. ગેટી મ્યુઝિયમની ચૅલેન્જ સ્વીકારનારા કેટલાક લોકોએ એકાદ ક્લાસિકલ પેઇન્ટિંગનું રીક્રીએશન કરીને પૂર્ણવિરામ મૂકી દીધું. પરંતુ લિઝાબહેને તો ૩૦ દિવસ સુધી રોજ ઓછામાં
ઓછા એક પેઇન્ટિંગની પ્રતિકૃતિ તૈયાર કરવાનો સંકલ્પ કર્યો હતો. એ સંકલ્પ તો પાર પડી ગયો પણ પછી લિઝાને એની આદત જ પડી ગઈ. તેણે લગાતાર ૧૪૨ દિવસ સુધી કોઈ જાણીતી કલાકૃતિનું રીક્રીએશન કર્યું છે. રોજ એકથી ત્રણ કલાક જેટલા સમયમાં લિઝા કોઈ કલાકૃતિનું રીક્રીએશન કરે છે. એમાં મોબાઇલ ફોનના કૅમેરાનો મુખ્ય ઉપયોગ હોય છે. મેકઅપ, કૉસ્ચ્યુમ્સ, લાઇટિંગ વિથ ટેબલ લૅમ્પ વગેરે કોઈ પણ પ્રકારનું કલાત્મક કાર્ય હોય એમાં લિઝા મોબાઇલ ફોનનો ઉપયોગ કરે છે. મોબાઇલ ફોનમાં ફોટો લીધા પછી એમાં ફોટોશૉપનો ઉપયોગ કરતી નથી, પરંતુ કલર કરેક્શનની સવલતનો ઉપયોગ અવારનવાર કરે છે.

international news offbeat news