આ જૅપનીઝ વ્યક્તિ પોતાની જાતને રેન્ટ પર આપે છે

13 January, 2022 01:13 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કાર્યોમાં ભોજન કરવાથી માંડીને આત્યંતિક હદ સુધી એટલે કે હત્યાની કબૂલાત સાંભળવા સુધીનાં કાર્ય સામેલ હોય છે. શોજી મોરીમોટોએ ૨૦૧૮માં તેના અસામાન્ય કામ ‘ડૂ નથિંગ રેન્ટ-અ-મૅન’ની શરૂઆત કરી હતી. જોકે આજની તારીખે તેના બે લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે. 

આ જૅપનીઝ વ્યક્તિ પોતાની જાતને રેન્ટ પર આપે છે

શોજી મોરીમોટો નામનો ૩૮ વર્ષનો આ જૅપનીઝ રેન્ટ-અ-મૅન સર્વિસ હેઠળ પોતાને ભાડે આપીને આવક રળે છે. જોકે આ માટે તે કોઈ વિશેષ મહેનતનું કામ નથી કરતો. તેનું કહેવું છે કે હું ક્યારેય વાતચીતની શરૂઆત નથી કરતો, માત્ર આવેલી ચૅટના જવાબ આપવાનું જ કામ કરું છું. 
 લોકો તેને અનેક સામાજિક કાર્યમાં જોડાઈને હાજર રહેવા માટે ભાડે રાખે છે. આ કાર્યોમાં ભોજન કરવાથી માંડીને આત્યંતિક હદ સુધી એટલે કે હત્યાની કબૂલાત સાંભળવા સુધીનાં કાર્ય સામેલ હોય છે. શોજી મોરીમોટોએ ૨૦૧૮માં તેના અસામાન્ય કામ ‘ડૂ નથિંગ રેન્ટ-અ-મૅન’ની શરૂઆત કરી હતી. જોકે આજની તારીખે તેના બે લાખ કરતાં વધુ ફૉલોઅર્સ છે. 
શોજી મોરીમોટોએ કહ્યું કે ‘મારે ગ્રાહક તરીકે અનેક પ્રકારનું વ્યક્તિત્વ ધરાવતા લોકો, પરિસ્થિતિ અને સંજોગોનો સામનો કરવો પડ્યો છે. મારા કેટલાક ગ્રાહકો ખૂબ એકાંતપ્રિય છે અને કોઈક સ્થળે એકલા જવામાં શરમ અનુભવતા હોવાથી હંમેશાં કોઈકને પોતાની સાથે લઈ જવાનું પસંદ કરતા હોય છે. હું એક દિવસમાં ત્રણ ગ્રાહકોનું બુકિંગ કરું છું. અત્યાર સુધી હું ૩૦૦૦ કરતાં વધુ ગ્રાહકો મેળવી ચૂક્યો છું. 
શોજી મોરીમોટોએ તેમના ભૂતકાળના ગ્રાહક સાથે મૌન રહીને કૉફી શૅર કરવી, તેમના જન્મદિવસે કોઈકની સાથે કેક શૅર કરવી, લોકો સાથે રેસ્ટોરાં અને દુકાનોમાં જવું અને સ્વિંગ સેટ પર ક્લાયન્ટ સાથે જોડાવા જેવી સેવા આપી છે. જોકે તેઓએ ઘરોની સાફસફાઈ, કપડાં ધોવાં કે નગ્ન પોઝ આપવો કે કોઈના મિત્ર બનવા જેવી ઑફરોનો અસ્વીકાર કર્યો છે.
જપાનના રહેવાસીઓમાં તાજેતરમાં લોકોમાં એકલતા અને સામાજિક અલગતાની સમસ્યા વધી રહી છે. છેલ્લાં ૧૧ વર્ષમાં પ્રથમ વાર જપાનમાં ૨૦૨૦માં આત્મહત્યાના દરમાં વધારો નોંધાતાં એનો સામનો કરવામાં મદદ કરવા માટે ‘મિનિસ્ટર ઑફ લોનલીનેસની નિમણૂક કરવામાં આવી હતી.

offbeat news international news world news