આ છે વિશ્વનો સૌથી વૃદ્ધ જીવંત ડૉગી

21 January, 2023 11:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રોજ સવારે સ્પાઇક ખેતરમાં ફરીને ઘોડાઓ અને ગાયની સંભાળ લે છે તથા ક્યારેક ટ્રૅક્ટરની સવારી કરે છે

આ છે વિશ્વનો સૌથી વૃદ્ધ જીવંત ડૉગી

અમેરિકાના ઓહાયો પ્રાંતના કેમડેન ગામમાં ચવાવા પ્રજાતિના ડૉગી સ્પાઇકની વય ૨૩ વર્ષની છે તથા વિશ્વના સૌથી વૃદ્ધ જીવંત ડૉગીનો રેકૉર્ડ તેના નામે છે. સ્પાઇકને એની માલિક રીટા કિમબોલે રેસ્ક્યુ કર્યો ત્યારથી એ તેના ફાર્મ પર જ રહે છે. સ્પાઇકના લાંબા જીવનનું રહસ્ય એની દિનચર્યા મનાય છે. રોજ સવારે સાત વાગ્યે ઊઠતો સ્પાઇક ભોજનમાં સૉસેજ અને ડિનરમાં ચીઝ લે છે, જ્યારે ટ્રીટ તરીકે એને ડોરિટોસ પસંદ છે.

રોજ સવારે સ્પાઇક ખેતરમાં ફરીને ઘોડાઓ અને ગાયની સંભાળ લે છે તથા ક્યારેક ટ્રૅક્ટરની સવારી કરે છે, શનિવારે ગરમ પાણીથી સ્નાન કરે છે. સ્પાઇક લાકડાં કાપતી વખતે અમારી સાથે રહે છે એમ જણાવતાં રિટા કિમબોલે ઉમેર્યું હતું કે સ્પાઇક ગાય, ઘોડા અને બિલાડીઓ સાથે કોઠારની પણ મુલાકાત લે છે. સ્પાઇક જ્યારે ૧૦ વર્ષનો હતો ત્યારે સુપરમાર્કેટના કાર પાર્કમાં એને દિવસો સુધી બાંધી રાખેલો જોયા બાદ રીટા કિમબોલે એને રેસ્ક્યુ કર્યો હતો. 

offbeat news united states of america