આ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ 5 ફુટ 5 ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા

17 September, 2020 08:13 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ 5 ફુટ 5 ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા

આ લંડનનું સૌથી પાતળું ઘર,પહોળાઈ જસ્ટ 5 ફુટ 5 ઇંચ-કિંમત ૯ કરોડ રૂપિયા

મોટાં શહેરોમાં નાની જગ્યાઓની પણ ઘણી ડિમાન્ડ હોય છે. બીજા શહેરમાંથી આવતા સ્ટુડન્ટ્સ તેમ જ પ્રોફેશનલ્સ મોટે ભાગે આવાં ઘરોને પસંદ કરતા હોય છે. લંડનમાં આવું જ એક ઘર વેચાવા માટે નીકળ્યું છે જે અન્ય ઘરની તુલનાએ ખૂબ જ પાતળું છે અને એની એ જ વિશેષતા લોકોને આકર્ષી રહી છે. પહોળાઈ માત્ર પાંચ ફુટ અને પાંચ ઇંચની છે જે એક ઍવરેજ વ્યક્તિની હાઇટ જેટલું કહેવાય. એમ છતાં આ ઘરની કિંમત એક મિલ્યન પાઉન્ડ એટલે કે લગભગ નવ કરોડ રૂપિયા મંડાઈ રહી છે. અગિયાર વર્ષ‍ પહેલાં જ્યારે આ ઘર વેચાયેલું એના કરતાં આ નવી રકમ બમણી છે. આ ઘર પહોળું ભલે નથી પરંતુ એમાં લક્ઝુરિયસ સ્વિસ ડેકોર સાથે સુશોભિત ફર્શ, ડેકોરેટિવ બાથરૂમ અને પૅટર્નવાળાં વૉલપેપર એને આકર્ષક બનાવે છે. ઘરમાં બે બેડરૂમ, એક ડાઇનિંગ રૂમ, એક બાથરૂમ અને એક ટેરેસ છે.

international news offbeat news london