આ છે આખી દુનિયામાં સૌથી ઊંચી બિલાડી

02 October, 2022 08:02 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફેનરિરનું નામ શનિના એક ચંદ્ર પરથી આવ્યું છે, જે એફ૨ સવાન્નાહ બિલાડી છે

આ છે આખી દુનિયામાં સૌથી ઊંચી બિલાડી

અમેરિકાના મિશિગનના ડૉ. વિલિયમ જૉન પાવર્સની આકર્ષક બિલાડીનું કદ  ૨૦૨૧ની ૨૯ જાન્યુઆરીએ ૪૭.૮૩ સેન્ટિમીટર (લગભગ ૧૮.૮૩ ઇંચ) નોંધાયું હતું. જોકે ઘરેલુ બિલાડીનું આટલું વધુ કદ એ પ્રત્યેક માટે આશ્ચર્યનો વિષય છે.

ફેનરિરનું નામ શનિના એક ચંદ્ર પરથી આવ્યું છે, જે એફ૨ સવાન્નાહ બિલાડી છે. જેને આંતરરાષ્ટ્રીય કૅટ અસોસિએશન દ્વારા સ્થાનિક જાતિ તરીકે માન્યતા આપવામાં આવી છે.

વાસ્તવમાં આ બિલાડી સવાન્નાહ પ્રજાતિની ઘરેલુ બિલાડી અને મધ્યમ કદની, મોટા કાનવાળી જંગલી આફ્રિકન બિલાડી સર્વલ વચ્ચેના ક્રૉસબ્રીડનું સંતાન છે. સર્વલ બિલાડી કદમાં ઊંચી હોય છે. ૧૯૯૦ના અંતમાં આ ક્રૉસબ્રીડ લોકપ્રિય બન્યા બાદ ૨૦૦૧માં ધી ઇન્ટરનૅશનલ કૅટ અસોસિએશન (ટીઆઇસીએ-ટીસા)એ આ નવી બ્રીડને માન્યતા આપી હતી.

જંગલી બિલાડીના વંશજ હોવા છતાં ફેનરીર એની જાતિ માટે અપવાદરૂપ ઊંચાઈ ધરાવે છે.  સવાન્નાહ બિલાડીઓના સરેરાશ ૧૪થી ૧૭ ઇંચના કદ કરતાં એક ઇંચ ઊંચી છે. ડૉ. વિલિયમ જેઓ વર્ષો દરમ્યાન બહુવિધ બિલાડીઓની માલિકી ધરાવે છે, તેમણે  ફેનરીર ૧૨ અઠવાડિયાંની હતી ત્યારે એને દત્તક લીધી હતી.

offbeat news offbeat videos