આપણા દેશની રસમ અમેરિકામાં થઈ રહી છે વાયરલ, પણ કેમ?

03 December, 2020 10:11 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

આપણા દેશની રસમ અમેરિકામાં થઈ રહી છે વાયરલ, પણ કેમ?

પ્રતીકાત્મક તસવીર

જ્યારે વિશ્વ કોરોના (Coronavirus) સામે લડવા માટે વેક્સીનની રાહ જોઇ રહ્યો છે. આ દરમિયાન અમેરિકા (America)ના ન્યૂયૉર્ક (New York), ન્યૂ જર્સી (New Jursey) અને પ્રિન્સટનમાં સાઉથ ઇન્ડિયન ફુડ તરફનું વલણ અપનાવી રહ્યા હતા. અહીં વાત થઈ રહી છે. રસમની, તે જ રસમ જે દક્ષિણ ભારતની શાન છે. તામિલનાડુના એક શેફને કારણે અમેરિકામાં આપણા સાઉથની રસમ વાયરલ ટ્રેન્ડ પણ બની છે.

આમ કેમ બન્યું?
ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ પ્રમાણે, જ્યારે યૂએસ લૉકડાઉનમાં હતું, તો 35 વર્ષના અરુણ રાજદુરાઇ એક આઇડિયા લઈને આવ્યા. તેમણે રસમ બનાવી, જેમાં હળદર, અદરખ, લસણ નાખીને તેણે બનાવી. આ ડાએટને તેણએ કોવિડના દર્દીઓ માટે ગુણકારી જણાવી.

પહેલા 3 હૉસ્પિટલમાં આપી આ ડિશ
અરુણે પહેલા પોતાની આ રસમ 3 હૉસ્પિટલમાં આપી. આ એક કૉમ્પ્લિમેન્ટ્રી ડિશ હતી. જેના પછી લોકોમાં આ ખૂબ જ લોકપ્રિય થઈ. જણાવવાનું કે અરુણ એક હોટેલમાં કામ કરે છે, તે શેફ છે. તે ભારતના તામિલનાડુથી આવે છે.

દરરોજ વધ્યું વેચાણ
અરુણે આ ડિશ ઘરે જ બનાવી હતી. તેણે જણાવ્યું કે આ વાતનો અંદાજો નહોતો કે તેની આ ડિશ આટલી હિટ થશે. આજે તેની પાસે 500થી 600 કપ રસમના વેચાય છે. પાંચ વર્ષ પહેલા અરૂણ ન્યૂ જર્સી શિફ્ટ થયો હતો. તેને વર્ષ 2018માં બેસ્ટ સાઉથ ઇસ્ટ એશિયન શેફનો પુરસ્કાર પર મળ્યો હતો. હવે તેના દ્વારા બનાવવામાં આવી આ રસમ અમેરિકામાં ઇમ્યૂનિટી બૂસ્ટર તરીકે વેચાય છે.

national news offbeat news united states of america international news offbeat news national news international news united states of america