આ છે પહેલી આઇસ હોટેલ, જે ઉનાળામાં પણ નથી પીગળતી

06 March, 2021 08:46 AM IST  |  Swede | Gujarati Mid-day Correspondent

આ છે પહેલી આઇસ હોટેલ, જે ઉનાળામાં પણ નથી પીગળતી

આઇસ હોટેલ

સ્વીડનના ઉત્તર પ્રાંતના જુક્કાસાર્વી ગામમાં એક એવી આઇસ હોટેલ છે જે ઉનાળામાં પણ પીગળતી નથી. ઉત્તર ધ્રુવથી ૨૦૦ કિલોમીટર દૂરના આ જુક્કાસાર્વી ગામથી કિરુના ઍરપોર્ટ વીસેક મિનિટના અંતરે છે.

એ આઇસ હોટેલ-૩૬૫ને ૨૧૦૦ ચોરસ મીટરનો આઇસ આર્ટ હૉલ પણ કહેવાય છે. એમાં આર્ટ અને ડિલક્સ સ્વીટ્સ પણ છે. આઇસ હોટેલ-૩૬૫માં સવારે આર્ટ એક્ઝિબિશન્સ યોજાય છે અને રાતે એ હોટેલ બની જાય છે.

એમાં વૉર્મ-રૂમ ટેમ્પરેચરવાળલાં ટૉઇલેટ-બાથરૂમ ધરાવતી ડિલક્સ રૂમ ઉપરાંત સૉના ફૅસિલિટીવાળી ડિલક્સ રૂમ પણ છે.

offbeat news international news swede