આને કહેવાય પતલી કમરિયા

06 August, 2020 02:26 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આને કહેવાય પતલી કમરિયા

આને કહેવાય પતલી કમરિયા

આપણે ત્યાં પાતળી કમર માટે છોકરીઓ કંઈ કેટલાંય વાનાં કરતી હોય છે. એમાં જો બર્માની ૨૩ વર્ષની સુ ‘મોહ મોહ’ નાઈંગ નામની યુવતીની કમર જોશો તો-તો છક થઈ જવાશે. તેની કમર માત્ર ૧૩.૭ ઇંચની છે જે તેને વિશ્વમાં સૌથી પાતળી કમર ધરાવતી કેટલીક યુવતીઓમાં સ્થાન અપાવે છે. આવી કમર જોઈને સ્વાભાવિક સવાલ થાય કે કિસ ચક્કી કા આટા ખાતે હો... જોકે આશ્ચર્યની વાત એ છે કે સુ નાઈંગનું કહેવું છે કે તે પાતળી કમર માટે કોઈ એક્સરસાઇઝ કે ડાયટિંગનો સહારો નથી લેતી, આ તો તેની કુદરતી જનીનગત ખાસિયત છે. એમ છતાં સુ નાઈંગ પર તેના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા ફોટોનું ડિજિટલી એડિટિંગ કરવાનો તેમ જ પાતળી કમરને વધુ પાતળી બનાવવા માટે ટાઇટ કૉર્સેટ પહેરવાનો આક્ષેપ મુકાયો છે. આ તમામ આક્ષેપોને નકારતાં આ બહેનનું કહેવું છે કે તેમની કમર કુદરતી જ પાતળી અને તે નૅચરલી જ આવી સ્વસ્થ અને તંદુરસ્ત છે એટલે તેને પોતાના દેખાવનો ગર્વ છે.

હાલમાં ગિનેસ બુકમાં સૌથી પાતળી કમર ધરાવવાનો રેકૉર્ડ એથેલ ગૅન્ગરના નામે છે. તેની કમર માત્ર ૧૩ ઇંચની છે, પરંતુ તે તેની કમરને પાતળી રાખવા સતત કૉર્સેટ પહેરી રાખે છે.

international news offbeat news