આને કહેવાય જિગરી દોસ્તો...

26 July, 2020 09:40 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આને કહેવાય જિગરી દોસ્તો...

અમેરિકાના વિસ્કોન્સિનમાં ટૉમ કૂક અને જોસેફ ફીની નામના બે જિગરી દોસ્તોએ પોતાનું નસીબ અજમાવવા માટે લૉટરીની ટિકિટ ખરીદવાનું શરૂ કર્યું ત્યારે નક્કી કરેલું કે બેમાંથી કોઈને પણ જે દિવસે લૉટરી લાગશે તો તેઓ શૅર કરશે. એમ જ ઇન્ફૉર્મ‍લ વાતોમાં જ નક્કી થયેલી વાતો વર્ષોના વહાણાં વીત્યે ભુલાઈ જાય એવું સંભવ હતું કેમ કે બન્ને દોસ્તો જુદા-જુદા શહેરમાં રહેવા લાગ્યા હતા. જોકે લગભગ ૨૮ વર્ષ બાદ ટૉમ કૂકને લૉટરી લાગી. આ લૉટરી પણ કેવી, કરોડોમાં એકને લાગે એવી. પાવરબૉલ જૅકપૉટ લગભગ ૨૯૨૦ લાખ કિસ્સામાં એકાદ વાર લાગે છે જે ટૉમને લાગી અને એમાં તેને બાવીસ મિલ્યન ડૉલર એટલે કે લગભગ ૧.૬૪ અબજ રૂપિયાનો જૅકપૉટ લાગ્યો હતો. આટલી મોટી લૉટરી લાગી હોવા છતાં ટૉમ વર્ષો પહેલાંનું પોતાનું પ્રોમિસ ભૂલ્યો નહીં. તેણે પોતાના દોસ્ત જોસેફને બોલાવીને અડધોઅડધ ઇનામ શૅર કર્યું હતું.
ટૅક્સ કાપીને બન્નેના ભાગે ૪૨.૬૮ કરોડ રૂપિયા આવ્યા હતા. ઇન્ટરનેટ પર આ બે ભાઇબંધોની યારીની હવે મિસાલ અપાઈ રહી છે.

offbeat news national news international news