આ છે હૉટેલ આર્કટિક બાથ, એક દિવસનું ભાડું ઑન્લી ૭૫,૦૦૦ રૂપિયા

06 February, 2020 08:59 AM IST  |  Mumbai

આ છે હૉટેલ આર્કટિક બાથ, એક દિવસનું ભાડું ઑન્લી ૭૫,૦૦૦ રૂપિયા

સ્વીડનના ઉત્તરીય ભાગસ્થિત લૈપલૅન્ડમાં લ્યૂલ નદી પર એક તરતી હોટેલ અને સ્પા ‘ધી આર્કટિક બાથ’ શરૂ કરવામાં આવ્યો છે. લાકડીના તરતા રસ્તા અને બોટની મદદથી આ હોટેલ સુધી પહોંચી શકાય છે. ઍરપોર્ટથી હોટેલ સુધી પહોંચવા માટે કાર તેમ જ હેલિકૉપ્ટરનો પણ ઉપયોગ કરી શકાય છે. ૧૨ રૂમો ધરાવતી આ હોટેલનું કામ ૨૦૧૮માં શરૂ કરાયું હતું. હોટેલ બનાવતી વખતે એનું કુદરતી વાતાવરણ જળવાઈ રહે એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. આ હોટેલમાં રોકાવાનું એક દિવસનું ભાડું લગભગ ૭૫,૦૦૦ રૂપિયા છે. ઉનાળાના દિવસોમાં આ હોટેલ પાણી પર તરશે, પરંતુ શિયાળાના દિવસોમાં પાણી ઠરી જવાને કારણે હોટેલ પણ પાણીમાં ફિક્સ થઈ જશે. લ્યૂલિયા ઍરપોર્ટથી ૧૫ કલાકના અંતરે આવેલી ‘ધી આર્કટિક બાથ’ હોટેલના સ્પા સેન્ટરમાં વેલનેસ થીમના આધારે કામ કરવામાં આવ્યું છે. અહીં ગ્રાહકોને ન્યુટ્રિશન, કસરત અને મનની શાંતિ માટે વિશેષ મેડિટેશન થેરપી આપવામાં આવશે. આ ઉપરાંત અહીં રીંછ જોવાના, હૉર્સ રાઇડિંગ અને નૅચરલ ફોટોગ્રાફી પણ કરી શકાશે. આ હોટેલમાંથી નૉર્ધન લાઇટ્સ પણ જોઈ શકાશે.

international news offbeat news