આ ટૉઇલેટ પેપર નહીં, કેક છે

11 April, 2020 10:10 AM IST  |  Mumbai Desk

આ ટૉઇલેટ પેપર નહીં, કેક છે

કોરોના વાઇરસના રોગચાળાને કારણે દુનિયાભરમાં લૉકડાઉન છે અને અનેક ધંધા-પાણી ચોપટ થઈ ગયાં છે. લોકો માત્ર જીવનજરૂરી ચીજોની ખરીદી પાછળ જ ભાગે છે. શરૂઆતમાં તો લોકો ટૉઇલેટ પેપરની પાછળ એટલા ભાગેલા કે લોકોએ મહિનાઓ સુધી ચાલે એટલા ટિશ્યુ પેપરનો સંગ્રહ પણ કરી લીધેલો. લૉકડાઉનને કારણે ગયા માર્ચ મહિનામાં ફિનલૅન્ડની રોન્ટોસુરુવા બેકરીના બધા ઑર્ડર્સ કૅન્સલ થયા હતા. બધા કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાનો વારો આવ્યો હતો, પરંતુ નવરા બેઠા તેમણે ટૉઇલેટ પેપરના આકારની કેક બનાવી. એ કેકના ફોટોગ્રાફ્સ સોશ્યલ મીડિયામાં ફરતા થયા અને તેમની કિસ્મત બદલાઈ ગઈ. આ કેકના બેકરીને સેંકડો ઑર્ડર્સ મળ્યા અને બેકરીની માલિકણ સના લમ્પિનેન નાદારીમાંથી બચી ગઈ. તેણે બે નવા કામદારો પણ બેકરીમાં નોકરીએ રાખ્યા.

international news finland offbeat news