આ છે સાઇકલની સાઇકલ અને બોટની બોટ

09 July, 2020 11:15 AM IST  |  Mumbai | Mumbai correspondent

આ છે સાઇકલની સાઇકલ અને બોટની બોટ

સાઇકલ બોટ

બહારથી જોઈએ તો સાઇકલની પાછળ નાનકડું ટેમ્પો જેવું લગાવેલું છે, પણ હકીકતમાં એ ટચૂકડી હાઉસબોટ છે. લાટવિયાની કંપનીએ બનાવેલી આ ઇલેક્ટ્રિક હાઉસબોટ ટ્રાઇસિકલ છે જેનું નામ છે ઝેડ-ટ્રિટોન. ૮૦૦૦ પાઉન્ડ એટલે કે ૭.૫૩ લાખ રૂપિયા જેટલી કિંમતની એ હાઉસબોટ ટ્રાઇસિકલને જોડીને કિચન, ડાઇનિંગ ટેબલ અને બેડરૂમની પણ સગવડો મળે છે. જળમાર્ગોના લાંબા પ્રવાસો અને સાહસો હાથ ધરવા માટે એ ટ્રાઇસિકલ ખૂબ અનુકૂળ છે. બેડરૂમમાં બે જણ માટે ગાદલાં, તકિયા, ઓશીકાં અને સ્લીપિંગ બૅગ્સ ઉપલબ્ધ હોય છે. બાઇક પર લંડનથી ટોક્યો સુધી ચાર વર્ષ પ્રવાસ કર્યા પછી ૨૫૦ વૉલ્ટ ઇલેક્ટ્રિક મોટર હબ્સ અઇને સોલાર પૅનલ્સ ધરાવતી ટ્રાઇસિકલની ડિઝાઇન આઇગાર્સ લાઉઝીસ નામના ડિઝાઇનરે બનાવી હતી. પ્લાયવુડ અને ફાઇબર ગ્લાસની બૉડી ધરાવતી ટ્રાઇસિકલમાં બે ઍડ્જસ્ટેબલ સીટ, હેડલાઇટ્સ, મૅન્યુઅલ વિન્ડસ્ક્રીન વાઇપર, હૉર્ન અને ઘડિયાળ પણ છે.

international news offbeat news