વર્ક ફ્રૉમ મંડપ

27 July, 2021 04:12 PM IST  |  Mumbai | Agency

કોરોનાકાળની શરૂઆત થઈ એ પહેલાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ ટ્રેન્ડ વિશ્વના તમામ દેશોમાં સામાન્ય પ્રજાના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની જશે.

વર્ક ફ્રૉમ મંડપ

‘વર્ક ફ્રૉમ હોમ’નો એટલે કે ડબ્લ્યુએફએચનો ટ્રેન્ડ ૨૦૨૦ના વર્ષ પહેલાં નહીંવત્ હતો. કોરોનાકાળની શરૂઆત થઈ એ પહેલાં કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ ટ્રેન્ડ વિશ્વના તમામ દેશોમાં સામાન્ય પ્રજાના જીવનનો એક મહત્ત્વનો હિસ્સો બની જશે.
જુઓને, કમ્પ્યુટર કે લૅપટૉપ પર કામ કરવાનું હવે કેટલું બધું સામાન્ય થઈ ગયું છે. ઇન્સ્ટાગ્રામ પર ‘દુલ્હનિયા’ નામના એક વેડિંગ-પેજ પર એક વિડિયો શૅર કરાયો છે જેમાં એક લગ્નમંડપમાં વરરાજાને લૅપટૉપ પર કંઈક કામ કરી રહેલો બતાવાયો છે. વરરાજા લૅપટૉપ પર ભલે જે પણ કરી રહ્યો હોય, પરંતુ તેની નવવધૂ બાજુમાં સોફા પર બેસીને ફ્રેન્ડ્સ સાથે ગપ્પાં મારી રહી હતી.
નેટિઝન્સે આ ક્ષણો જોઈને જાતજાતની કમેન્ટ્સ લખી હતી. એક જણે લખ્યું કે ‘વરરાજા કોઈને ઇન્વાઇટ કરવાનું ભૂલી ગયા હતા કે શું?’ બીજા એક જણે લખ્યું, ‘વર્ક ફ્રૉમ વેડિંગ! વર્કિંગ દુલ્હા, લાફિંગ દુલ્હન.’ જોકે આ લગ્નમાં હાજરી આપનારા કેટલાકે જણાવ્યું કે ‘વરરાજા તો વર્ચ્યુઅલ વેડિંગ માટે લૅપટૉપ પર કૅમેરા સેટ કરી રહ્યા હતા જેથી જેઓ હાજરી ન આપી શક્યા હોય તેઓ પણ આ સમારંભની ઝલક માણી શકે.’

offbeat news