૧૧૧ ટી-શર્ટ પહેરીને હાફ મૅરથૉનમાં દોડ્યા આ ભાઈ

18 May, 2022 11:15 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ પહેલાં બ્રિટિશ રનર ડેવિડ સ્મિથે ૮૨ ટીશર્ટ પહેરીને હાફ મૅરથૉનમાં દોડવાનો રેકૉર્ડ નવેમ્બર ૨૦૨૧માં બનાવ્યો હતો.

૧૧૧ ટી-શર્ટ પહેરીને હાફ મૅરથૉનમાં દોડ્યા આ ભાઈ

અમેરિકન ડેવિડ રશે ૨૦૦થી વધારે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યા છે. હવે તેણે વધુ એક અચીવમેન્ટ મેળવી છે. તેણે ૧૧૧ ટીશર્ટ પહેરીને હાફ મૅરથૉનમાં દોડીને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તોડ્યો હતો. ડેવિડે જણાવ્યું કે શનિવારની ફેમસ આઇદહો પટેટો મૅરથૉન પહેલાં ૧૧૧ ટીશર્ટ પહેરાવતાં તેની સપોર્ટ ટીમને લગભગ ૨૫ મિનિટ લાગી હતી. ડેવિડે બે કલાક, ૪૭ મિનિટ અને ૫૫ સેકન્ડમાં આ હાફ મૅરથૉન કમ્પ્લીટ કરી હતી. ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા ત્રણ કલાકની ટાઇમ લિમિટ આપવામાં આવી હતી. આ પહેલાં બ્રિટિશ રનર ડેવિડ સ્મિથે ૮૨ ટીશર્ટ પહેરીને હાફ મૅરથૉનમાં દોડવાનો રેકૉર્ડ નવેમ્બર ૨૦૨૧માં બનાવ્યો હતો.

offbeat news