એક મિનિટમાં ૪૫ શબ્દો લખે છે આ છોકરી, બન્ને હાથે લખવા મંડી પડે છે

18 September, 2020 10:57 AM IST  |  Mumbai | Mumbai correspondent

એક મિનિટમાં ૪૫ શબ્દો લખે છે આ છોકરી, બન્ને હાથે લખવા મંડી પડે છે

એક મિનિટમાં ૪૫ શબ્દો લખે છે આ છોકરી, બન્ને હાથે લખવા મંડી પડે છે

મૅન્ગલોરમાં રહેતી ૧૬ વર્ષની છોકરી તેના બન્ને હાથ વડે લખી શકે છે. બન્ને હાથથી તે એક મિનિટમાં ૪૫ શબ્દો લખી શકે છે. આદિ સ્વરૂપા નામની આ છોકરી તેના નામે અન્ય બે ક્ષેત્રમાં રેકૉર્ડ ધરાવે છે. આદિ સ્વરૂપાએ ૧૪ ઑગસ્ટે બરેલીના લતા ફાઉન્ડેશન પાસેથી બન્ને હાથ વડે નોટબુકમાં કે બ્લૅકબોર્ડ પર ૪૦-૪૫ જેટલા અંગ્રેજી શબ્દો લખવા બદલ વિશેષ અવૉર્ડ મેળવ્યો છે.
આદિ સ્વરૂપા જણાવે છે કે હું મારી બન્ને હાથ વડે લખવાની ઝડપ વધારીને એક મિનિટના ૫૫થી ૬૦ શબ્દો લખવાની પ્રૅક્ટિસ કરી રહી છું. મહત્ત્વની વાત એ છે કે આદિ સ્વરૂપા એક સમયે એકસાથે બન્ને હાથનો ઉપયોગ કરીને કન્નડ અને અંગ્રેજી એમ બન્ને ભાષા લખી શકે છે.
આદિ સ્વરૂપા મિમિક્રી, રુબિક્સ ક્યુબ અને સંગીત જેવા વિવિધ ક્ષેત્રે કુલ ૧૦ વિશ્વરેકૉર્ડ સ્થાપિત કરવા માગે છે.
આદિ સ્વરૂપા કહે છે કે હું ત્રણ વર્ષની હતી ત્યારથી જ મેં બન્ને હાથે લખવાની શરૂઆત કરી હતી. હું બન્ને હાથ વડે ૧૦ જુદી-જુદી રીતે લખી શકું છું.

international news offbeat news