પૈસાની અછતને લીધે આ કન્યાએ લગ્નમાં ભેટ મળેલી AK-47 રાઇફલ વેચી દીધી

21 August, 2020 12:55 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પૈસાની અછતને લીધે આ કન્યાએ લગ્નમાં ભેટ મળેલી AK-47 રાઇફલ વેચી દીધી

લગ્નની ભેટ વેચવી પડી કારણકે પેટ ભરવાનાં વાંધા હતા

ઈસ્લામિક સ્ટેટ ગ્રુપ (IS)માં જોડાયેલી જર્મન મહિલાને પૈસાની અછતને લીધે તેને ‘બર્થ ડે ગિફ્ટ’માં મળેલી AK-47 રાઈફલ વેચવી પડી હોવાનું જર્મનના એક વકીલે જણાવ્યું હતું.

જર્મનના ફેડરલ વકીલે કહ્યું કે, ઝેયનીપ જી ફોરેન ટેરરીસ્ટ ઓર્ગેનાઈઝેશન સાથે કામ કરતી હતી. પ્રાઈવસીના કારણને લીધે આ મહિલાનું આખુ નામ જાહેર કરવામાં આવ્યું નથી. આ મહિલા ઉપર આરોપ છે કે તે સપ્ટેમ્બર કે ઓક્ટોબર 2014માં સીરિયા જઈને આતંકવાદી સંગઠન સાથે જોડાઈ હતી.

ત્યારબાદ તેણે એક ચેચન ફાઈટર સાથે લગ્ન કર્યા હતા અને પરિવાર સંભાળતી હતી. તેમ જ સોશ્યલ મીડિયાના માધ્યમે તેના જર્મની સ્થિત ફ્રેન્ડને ISમાં જોડાવા માટે વિનંતી કરતી હતી. તેના પહેલા પતિના મૃત્યુ બાદ એક જર્મન IS મેમ્બર સાથે ઓક્ટોબર કે નવેમ્બર 2015માં પરણી હતી. તે પછી રક્કામાં રહેતી હતી.

વકીલનું કહેવું છે કે, ISમાંથી નાસી છૂટેલી વ્યક્તિના ઘરે આ કપલ રહેતું હતું. કેટલાક અઠવાડિયા પછી પૈસાની અછતને લીધે મહિલાએ ‘બર્થ ડે ગિફ્ટ’માં મળેલી AK-47 વેચવી પડી હતી.

આ મહિલાનાં બીજા પતિનું વર્ષ 2017માં મૃત્યુ થયુ અને મહિલાને કુરદીશ ફાઈટર્સે પકડી લીધી હતી. જોકે તે લોકોથી નાસી છૂટવામાં આ મહિલા સફળ રહી પરંતુ ફેબ્રુઆરીમાં તૂર્કીમાં તેની ધરપકડ કરવામાં આવી અને મે મહિનામાં જર્મનીમાં લાવવામાં આવી જ્યાં હવે તેની ટ્રાયલ ચાલશે.

germany international news offbeat news