બોર ન થઈ જવાય એટલે દર વર્ષે એક મહિનો આ પિતા પોતાના પરિવારથી છુટ્ટી લઈને દૂર રહેવા જતા રહે છે

17 March, 2024 10:58 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પિતા તરીકે બાળકોને ઉછેરવાની જવાબદારીથી ક્યારેક થાકી જવાય છે એથી હું બહાર જતો રહું છું.

નાઇજીરિયામાં રહેતો ત્રણ બાળકોનો ૩૫ વર્ષનો અદામુ સાલિસુ નામનો પિતા

બાળકો સાથે સમય વીતાવવા પેરન્ટ્સ લાંબા વેકેશન પર જાય પણ નાઇજીરિયામાં રહેતો ત્રણ બાળકોનો ૩૫ વર્ષનો અદામુ સાલિસુ નામનો પિતા અલગ છે. તે પત્ની અને બાળકોથી દૂર રહેવા માટે વર્ષમાં એક મહિનો ૨૦૦ કિલોમીટર દૂર વસતા તેના એક પિતરાઈના ઘરે ચાલ્યો જાય છે અને ત્યાં જઈને તે ફ્રેશ થાય છે. એ કન્ટેન્ટ-રાઇટર અને રિસર્ચર છે અને તેના કામમાં નવી ઊર્જા મેળવવા માટે ૨૦૨૦થી તે દર વર્ષે એક મહિનાની છુટ્ટી લઈ લે છે. તેનું કહેવું છે કે હું હંમેશાં પિતા બનવા માગતો હતો. જોકે પિતા બન્યા બાદ એવું થયું છે કે બાળકોની જવાબારીમાંથી આરામ મળતો નથી. મારે એક સારા પાર્ટનર પણ બનવું છે. પિતા તરીકે બાળકોને ઉછેરવાની જવાબદારીથી ક્યારેક થાકી જવાય છે એથી હું બહાર જતો રહું છું. જો હું આમ ન કરું તો એક દિવસ હું કંટાળી જઈશ. જોકે હું બહાર જઈને ફ્રેશ થઈ જાઉં તો એક સારો પાર્ટનર અને સારો પિતા બની શકું છું.

offbeat news nigeria international news