આ જીવડું છે અજીબ:દેડકો એને ખાય તો તેના પેટમાંથી જીવતો બહાર નીકળી શકે છે

07 August, 2020 10:05 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આ જીવડું છે અજીબ:દેડકો એને ખાય તો તેના પેટમાંથી જીવતો બહાર નીકળી શકે છે

દેડકો એને ખાય તો તેના પેટમાંથી જીવતો બહાર નીકળી શકે છે

પાણીમાં પેદા થતા ભમરાની એક જાત એવી છે કે એને દેડકો ખાઈ જાય તો પણ એ જીવડું મરતું નથી. એ ભમરો દેડકાના પેટમાંથી પસાર થઈને ગુદામાર્ગે બહાર નીકળે ત્યારે પણ એ જીવતો જ હોય છે. અલબત્ત, આવું દેડકાની સાથે જ સંભવ છે. એનું કારણ એ છે કે દેડકાને દાંત ન હોવાથી એ એના ખોરાકને સીધો ગળી જ જાય છે. જપાનની કોબે યુનિવર્સિટીના એગ્રોબાયોસાયન્સ ડિપાર્ટમેન્ટના અસોસિયેટ પ્રોફેસર શિન્જી સુગીઉરાએ લૅબોરેટરીમાં આ વિષય પર સંશોધન કર્યું હતું. પ્રોફેસરે લૅબોરેટરીમાં પાંચ દેડકા અને ૧૫ જીવડાને પ્લાસ્ટિકના ડબ્બામાં સાથે રાખ્યા હતા. દેડકા જીવજંતુઓને ખાવાની તાસીર પ્રમાણે એ જીવડાને પણ ખાતા હતા, પરંતુ એ ચોક્કસ પ્રજાતિના જીવડા દેડકાના પેટમાંથી પસાર થઈને પચી ગયેલા અન્ય ખોરાકની સાથે આંતરડામાંથી પસાર થઈને ગુદામાર્ગે બહાર નીકળી જતા હોવાનું શિન્જી સુગીઉરાએ નોંધ્યું હતું. દેડકા ૧૫  જીવડા ખાઈ ગયા પછી ૪ કલાકે એમાંથી ૯૩ ટકા પતંગિયાં બહાર નીકળ્યાં હતાં. 

japan international news offbeat news