આ ચીની મહિલાનું પેટ ફુગ્ગાની જેમ ફૂલી ગયું છે

07 August, 2020 10:01 AM IST  |  Mumbai Desk | Mumbai correspondent

આ ચીની મહિલાનું પેટ ફુગ્ગાની જેમ ફૂલી ગયું છે

મહિલાનું વજન પંચાવન કિલો છે અને એ વજનમાં ફૂલી ગયેલા પેટનો હિસ્સો (૩૫ ટકા) ૨૦ કિલો છે.

ચીનની બે બાળકોની માતા હુઆંગ ગ્વોક્સિયોએ તેની અસાધારણ બીમારીની સારવારના ખર્ચ માટે ૪૩૨૦ ડૉલર (અંદાજે ૩.૨૪ લાખ રૂપિયા)ની મદદ માટે સોશ્યલ મીડિયા પર અપીલ કરી છે. બે વર્ષથી એ મહિલાને પેટ ફૂલવાની બીમારી છે. રોગનું સ્પષ્ટ નિદાન થયું નથી, પરંતુ ઉપચાર માટે અંદાજિત ખર્ચની સહાય માટે અપીલ કરી છે. એ મહિલાનું વજન પંચાવન કિલો છે અને એ વજનમાં ફૂલી ગયેલા પેટનો હિસ્સો (૩૫ ટકા) ૨૦ કિલો છે.
હુઆંગે અનેક હૉસ્પિટલમાં સારવાર લીધા છતાં કોઈ ફેર પડતો નથી. ડૉક્ટરો દવા આપે ત્યારે દુખાવામાં રાહત થાય છે, પરંતુ પેટ ફૂલવાની ગતિ નથી અટકતી કે પેટની બલૂન જેવી સ્થિતિમાં ઘટાડો નથી થઈ રહ્યો. અગાઉ ડૉક્ટરોએ હુઆંગની લિવર સિરોસિસ, ઓવરિયન કૅન્સર, બીનાઇન ટ્યુમર અને પેટ તથા છાતીમાં પાણી ભરાવા જેવી બીમારીઓના નિદાન અને સારવાર કર્યાં હતાં, પરંતુ પેટ ફૂલવાની બીમારી વિશે કાંઈ ચોક્કસ કહી શકતા નથી. પેટ બલૂનની માફક ફૂલી જવાને લીધે સૂવામાં તથા ખાવામાં તકલીફ થાય છે. જોકે તેને એમ લાગે છે પૂરતા પૈસા હાથમાં હશે તો આ બીમારીના પણ નિદાન અને સારવાર શક્ય બનશે.

china international news offbeat news